ટ્રેનમાં મુસાફરોને વાસી બ્રેડ બટર પીરસનાર કોન્ટ્રાક્ટરને 2 લાખ દંડ

Food

શતાબ્દીના કોન્ટ્રાક્ટરને એક બ્રેડ બટર 5 હજારમાં પડ્યું

મુંબઇથી અમદાવાદ જતી શતાબ્દી એકસપ્રેસમાં મંગળવારે બે કોચના 40 યાત્રીઓએ બ્રેડ બટર આરોગ્યા બાદ માથાંનાદુ:ખાવા અને તકલીફની ફરિયાદોથી હોબાળો મચી ગયો હતો.બનાવના સંબંધમાં આઈઆરસીટીસીએ સનસાઈન ફૂડ કેટરર્સને બે લાખ રૂપીયાનો દંડ કર્યો હતો અને કોન્ટ્રાકટરનું લાયસન્સ રદ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાવના પગલે કોન્ટ્રાકટરના સુપરવાઈઝર ફિરોજ ખાનને વડોદરા રેલવે સ્ટેશન ખાતે ઉતારી આરપીએફ દ્વારા જવાબ લેવામાં આવ્યો હતો.યાત્રીઓએ ફરિયાદ કર્યા બાદ ફૂગવાળી બ્રેડ અને બટરના નમૂના લઈ તેને ટેસ્ટીંગ માટે મોકલી આપવામાં આવ્યા હતા.બે લાખના દંડના હિસાબે કોન્ટ્રાટરને એક બ્રેડ બટર પાંચ હજારમાં પડી છે. ઇન્ડીયન રેલવે કેટરીંગ અને ટુરીંઝમ કોર્પોરેશનના જન સંપર્ક અધિકારી નરેન્દ્ર પીપલે જણાવ્યું હતું કે ‘ કોન્ટ્રાકટરને બે લાખ રૂપીયાનો દંડ કરવામાં આવ્યો છે,તેનું લાયસન્સ રદ કરવા માટે દિલ્હી ખાતે રીપોર્ટ મોકલી દેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *