પત્નીની છેડતી કરનાર યુવાનો સામે ફરિયાદ કરતા પતિની હત્યા, આરોપીઓ ન પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની પરિવારની ચીમકી

યુવાન પર તિક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરતા સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત થયુંમૃતકની પત્ની અને ભાઇએ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા, પોલીસે કાર્યવાહી કરી હોત તો સુજલ જીવતો હોત પત્નીની છેડતી કરનાર યુવાનો સામે ફરિયાદ કરનાર પતિને બોલાવીને જીવલેણ માર મારનાર યુવાનનું સયાજી હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પરિવારજનોએ આરોપીઓની ધરપકડ કરવામાં […]

Continue Reading

બરાનપુરામાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસે નિર્દોષ યુવાનને ઢોર માર માર્યાના આક્ષેપ, યુવાને કહ્યું: ‘બે પોલીસકર્મીઓએ મારી છાતી પર ચડીને મને કરંટ આપ્યો’

શનિવારે રાત્રે જૂની અદાવતમાં એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરો થયો હતોપથ્થરમારાની ઘટના બાદ પોલીસે રાધે નામના યુવાનની અટકાયત કરી હતીરાધે પથ્થરમારાની ઘટનામાં સંડોવાયેલો ન હોવા છતાં માર માર્યાના પરિવારે આક્ષેપો કર્યાં વડોદરાના બરાનપુરા વિસ્તારમાં આવેલી ડભોઇયા પોલીસ ચોકી સામે એક જ કોમના બે જૂથ વચ્ચે જૂની અદાવતમાં શનિવારે રાત્રે પથ્થરમારો થયો હતો. આ […]

Continue Reading

પોલીસકર્મી-બુટલેગર વચ્ચેની ઓડિયો ક્લીપનો મામલો, કોન્સ્ટેબલ બુટલેગરના શો-રૂમમાં ગયો હોવાના CCTV વાયરલ

ડીવાયએસપીની તપાસનો રિપોર્ટ આવ્યા બાદ કોન્સ્ટેબલ સામે કાર્યવાહી થશે

Continue Reading

હોસ્પિટલે મારામારીની જાણ પોલીસને ન કરતા ઇજાગ્રસ્ત યુવાન ગ્લુકોઝની બોટલ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યો, ફરિયાદ નોંધાવી

ભરૂચની બાયપાસ ચોકડી પાસે સિગારેટના ધૂમાડા ઉડવા મુદ્દે મારામારી થઇ હતી ચપ્પુથી હુમલામા ઇજાગ્રસ્ત યુવાનને પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં ખસેડાયો હતો પોલીસ સ્ટેશનના પીઆઇએ હોસ્પિટલ સંચાલકોનો ઉધડો લીધો  ભરૂચની બાયપાસ ચોકડી નજીક ચાની લારી ઉપર સિગરેટના ધૂમાડા ઉડવા જેવી સામાન્ય બાબતમાં બોલાચાલી બાદ મારામારી થઇ હતી. જેમાં એક વ્યક્તિને મોઢાના ભાગે ચપ્પુના ઘા ઝીંકી દેતા ઈજાગ્રસ્તને […]

Continue Reading

રેલવેના ઇ-ટિકિટ કૌભાંડના પગલે RPFના દેશવ્યાપી દરોડા, વડોદરા, આણંદ અને અંકલેશ્વરમાં ટીમ ત્રાટકી, 8ની ધરપકડ

વડોદરા રેલવે સ્ટેશન, પ્રતાપનગર, બાજવા સહિતનાં સ્થળોએ સાગમટે ચેકિંગ હાથ ધરાયું  ટિકિટો, લેપટોપ, મોબાઇલ ફોન સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો IRCTCના એજન્ટો પર તવાઇ, એજન્ટો પાસે બુકિંગ કરાવનાર મુસાફરો સલવાયાં તાજેતરમાં અંકલેશ્વર અને બેંગલુરુમાંથી ઝડપાયેલા ઇ રેલવે ટિકિટ કૌભાંડના પગલે આરપીએફ દ્વારા આઈઆરસીટીસીના એજન્ટો અને ટિકીટ ટ્રાવેલ્સ ઓફિસ ખાતે દેશ વ્યાપી રેઇડ કરવામાં આવી […]

Continue Reading

રૂપિયા 1.5 કરોડમાં હાથીદાંત વેચવા ફરતો શખ્સ પકડાયો, કહ્યું – દાદા આફ્રિકાથી લાવ્યા હતા

વનવિભાગ, જીએસપીસીએ છટકું ગોઠવી વડોદરાના વિનાયકને પકડયો 3.5 ફૂટ લાંબા અને સાડા પાંચ કિલો વજનના 2 હાથીદાંત કબજે કરાયા વનવિભાગે જાસપુરા ગામે છટકુ ગોઠવી વડોદરાના શખ્સને બે હાથીદાંત સાથે ઝડપી પાડ્યો હતો. આ વ્યક્તિએ બે હાથીદાંત દોઢ કરોડ માં સોદો કરવાનો પ્રયાસ કર્યો હતો. વનવિભાગે આ પ્રકરણમાં વિનાયક રતિલાલ પુરોહિતને દબોચી લીધો હતો. વનવિભાગને વાઇલ્ડ […]

Continue Reading

પાવાગઢ રોડ પર ડમી ગ્રાહક મોકલીને પોલીસે કુટણખાનાનો પર્દાફાશ કર્યો, એક શખ્સ સાથે બે પરપ્રાંતિય યુવતીઓ ઝડપાઇ

નિર્મલે ડમી ગ્રાહક સાથે યુવતીનો 500 રૂપિયાનો સોદો કરતા જ પોલીસ પહોંચી ગઇ હાલોલ-ગોધરા બાયપાસ રોડ ઉપર ગેસ્ટહાઉસમાં યુવતીઓને રાખવામાં આવતી હતી હાલોલ પોલીસે ડમી ગ્રાહક મોકલીને પાવાગઢ રોડ પર આવેલા સિંધાવાવ તળાવ પાસેથી કુટણખાનુ ચલાવતા શખ્સ અને બે પરપ્રાંતિય યુવતીઓને ઝડપી પાડી છે અને પોલીસે કાર જપ્ત કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી […]

Continue Reading

અમદાવાદ, નડિયાદ અને વડોદરા કોર્ટને ઉડાવી દેવાનો પત્ર મળ્યા બાદ વડોદરા કોર્ટમાં ચેકિંગ કરાયું, કંઇ શંકાસ્પદ ન મળ્યું

અમદાવાદ હાઇકોર્ટને ધમકીભર્યો પત્ર મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ અમદાવાદ, નડિયાદ અને વડોદરા કોર્ટને ઉડાવી દેવાની ધમકી બાદ વડોદરા કોર્ટમાં ગુરૂવારે રાત્રે ચેકિંગ કરાયું હતું. પીસીબી, એસઓજી, અને ક્રાઇમ બ્રાંચની ટીમે કોર્ટ પરિસરમાં તપાસ કરી હતી. પરંતુ કોઇ પણ શંકાસ્પદ વસ્તુ મળી નહોતુ. જેથી પોલીસે હાશકારો અનુભવ્યો હતો. જોકે પોલીસ દ્વારા કોર્ટમાં એલર્ટ રહેવા માટે […]

Continue Reading

હાઈવે પર સોપારી-કાજુની ગુણો ચોરતી ટોળકીને પોલીસે પડકારતાં PCR વાન પર ટ્રક ચઢાવી દેવાનો પ્રયાસ, બે જવાનને ઇજા

કાજુ-સોપારી ભરેલી ટ્રકમાં લૂંટ થતી જોઇને પીસીઆર વાન ત્યાં પહોંચી, લૂંટારૂઓએ પોલીસ વાન ઉપર પથ્થરમારો કર્યોવહેલી સવારે જાંબુઆ L&Tથી ડભોઈ સુધી ચોરોની ટ્રકનો બે પીસીઆર વાને આશરે 20 કિમી સુધી પીછો કરતાં ફિલ્મી દૃશ્યો સર્જાયાંપોલીસના પીછા છતાં ટ્રક પીપળીયા તરફ  ભાગી છૂટી મુંબઈથી અમદાવાદ જતા નેશનલ હાઈવે-48 પર જાંબુઆ એલ એન્ડ ટીના પાર્કિંગમાં ઉભેલી ટ્રકમાંથી […]

Continue Reading

સાયન્સ ફેકલ્ટીના ગેટ પાસે જ શરાબની મહેફિલ, યુવતી સહિત 3 સામે ફરિયાદ

ભરબપોરે મંડાયેલી મહેફિલમાં વિજિલન્સની એન્ટ્રી પડતા નાસભાગ મચી એક વિઘાર્થી ઝડપાતાં પોલીસના હવાલે કરાયો વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો મ.સ. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના ગીરડા ગેટ પાસે જાહેરમાં દારૂની મહેફીલ માણતા વિદ્યાર્થીઓ પર વિજિલન્સ ત્રાટકતા દોડધામ મચી જવા પામી હતી. 10થી વધારે વિદ્યાર્થીઓ મહેફીલ માણતા હતા જેમાં વિદ્યાર્થીનીઓ પણ સામેલ હતી. એક વિદ્યાર્થી ઝડપાઇ ગયો હતો. વિદ્યાધામમાં […]

Continue Reading