લદાખમાં ભારત સાથે તણાવ જોતા ચીને કાદવ લઈ જનારા ટ્રકોમાં મોકલ્યા સૈનિકો

Breaking News

ચીને પૂર્વ લદાખમાં સંઘર્ષ શરૂ થયા બાદ ભારતીય વિસ્તારોને અડીને પોતાના સૈનિકોની સંખ્યા એટલી ઝડપથી વધારી દીધી છે કે ત્યાં હાજર ભારતીય સૈનિકો પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે. સૂત્રોનું માનવામાં આવે તો ચીને મોટી સંખ્યામાં સૈન્ય ટ્રકોને પણ ત્યાં ઉતારી દીધા છે જે માટી ભરવાના કામમાં આવે છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) તે વિસ્તારોમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ તૈયાર કરવામાં લાગ્યું છે. તે વિસ્તારમાં એક પેસેન્જર વિમાનો માટે બનાવવામાં આવેલા એરપોર્ટને મિલિટ્રી બેઝમાં ફેરવવાનું શરૂ કરી દીધું છે.

ભારતીય સરહદમાં પણ અતિક્રમણ
સૂત્રોએ જણાવ્યું છે કે ચીન રસ્તા દ્વારા સૈનિકોને એલએસી પર મોકલી રહ્યું છે. તેણે ઘણા વિસ્તારોમાં સૈનિકોની ઘણી ટૂકડીઓ તૈનાત કરી દીધી છે અને તેના કારણે કેટલીક જગ્યાઓ પર ભારતીય સરહદમાં પણ અતિક્રમણ કરી દીધું છે. તેમણે કહ્યું છે કે સંઘર્ષ શરૂ થતા જ ચીને વિસ્તારમાં પોતાના સૈનિકોની સંખ્યા વધારીને ભારતીય સૈનિકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. ચીને ટ્રકો અને અન્ય મોટા વાહનોમાં સૈનિકોને સરહદ તરફ લાવીને તૈનાત કર્યા છે.

કાદવ લઈ જતા ટ્રકોમાં પણ આવ્યા ચીની સૈનિકો
સૈનિકોની સંખ્યા વધારવામાં ચીનની ઉતાવળનો અંદાજ તે વાતથી પણ લગાવી શકાય છે કે તે સૈનિકોને તે ટ્રકોમાં પણ લાવ્યું છે જેનો ઉપયોગ એરફિલ્ડના વિસ્તાર માટેના કાદવને લઈ જવામાં કરવામાં આવે છે. સૂત્રોએ કહ્યું છે કે વેસ્ટર્ન હાઈવે પ્રોજેક્ટ સહિત છેલ્લા ઘણા દાયકાઓમાં તૈયાર માળખાકિય યોજનાઓએ ચીનને ઝડપથી પોતાના સૈનિકોને લાવવામાં મદદ પહોંચાડી છે.

દબાણની રણનીતિમાં નિષ્ણાત છે ચીન
સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિવિધ સમજૂતીઓ અંતર્ગત એલએસી પર બંને દેશો એકબીજાના સૈન્ય પર ગોળીઓ નહીં ચલાવવા માટે બંધાયેલા છે તેવામાં સૈનિકોની સંખ્યા દ્વારા એકબીજાને નાના દેખાડવાનો પ્રયાસ થતો રહે છે. જે પક્ષ પાસે જેટલી ઝડપથી સૈનિકોને સરહદ પર લાવવાની ક્ષમતા છે તે આમાં બીજા કરતા સરસાઈ મેળવી લેશે. ચીન આ માઈન્ડ ગેમમાં ભારતને આગળ વધવા દેવા ઈચ્છતું નથી. આ જ કારણથી તે સરહદી વિસ્તારોમાં ભારતના માળખાકિય યોજનાઓના નિર્માણમાં દખલગીરી કરતું રહે છે. પૂર્વ લદાખમાં એલએસી નજીક ભારત તરફથી થઈ રહેલા કન્સ્ટ્રક્શન કાર્યો સામે તે સતત વાંધો ઉઠાવતું રહ્યું છે. જોકે, ભારતે તેની કોઈ દરકાર કરી નથી અને તેથી તે દબાણની રણનીતિ અપનાવી રહ્યું છે.

Source : www.iamgujarat.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *