મહિ નદીની સપાટીમાં સતત વધારો, નદીના કાંઠે બનેલા વૈભવી બંગલાઓમાં પાણી ઘુસ્યા

Monsoon
  • કડાણા ડેમમાં પાણીની આવક 4,16,861 ક્યૂસેક
  •  પાદરા તાલુકાના કાંઠાના ગામોમાં પાણી ઘુસે તેવી સ્થિતી

મહિસાગર નદીમાં સતત વધી રહેલા પાણીના કારણે નીચાળવાળા વિસ્તારોમાં પાણી ઘૂસવાની શરૂઆત થઇ ગઇ છે. વાસદ મહિ નદીના કિનારે માટે બનાવવામાં આવેલા વૈભવી બંગલાઓમાં મહિ નદીના પાણી ફરી વળ્યા છે.

વડોદરામાં પાણી પ્રવેશે તેવી સ્થિતી

મહિ નદી ઉપર આવેલા કડાણા ડેમમાં સાંજે 4-30 કલાકે પાણીની આવક 4,16,861 આવક છે. અને જાવક 4,88,723 છે. જ્યારે પાનમ ડેમમાં 12212 આવક અને 5538 જાવક છે. જ્યારે વણાંકબોરી ડેમમાં 4,75,021 આવક અને 4,68,791 જાવક છે. મહિ નદીમાં આવી રહેલા પાણીના પગલે મહિ સાગર નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.મહિ નદીની સપાટીમાં સતત થઇ રહેલા વધારાના કારણે કાંઠા વિસ્તારના સાવલી, વડોદરા ગ્રામ્ય અને પાદરા તાલુકાના કાંઠાના ગામોમાં ગમે ત્યારે પાણી પ્રવેશે તેવી શક્યતાઓ છે. વાસદ મહિ નદી કાંઠે બનેલા વૈભવી બંગલાઓમાં મહી નદીના પાણી ઘૂસી ગયા છે. તેજ રીતે વડોદરા જિલ્લાના ફાજલપુર, સિંધરોટ વિસ્તારમાં પણ પાણી ગમે ત્યારે પ્રવેશે તેવી સ્થિતી સર્જાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *