ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમમાં 6.61 લાખ ક્યૂસેક પાણીની આવક, 8 લાખ ક્યૂસેક પાણી છોડાયુ, 40થી વધુ ગામોને એલર્ટ કરાયા

Monsoon

મધ્યપ્રદેશના ખંડવામાં ધોધમાર વરસાદને પગલે ઇન્દિરાસાગર ડેમના 12 ગેટ અને ઓમકારેશ્વર ડેમના 16 ગેટ ખોલાયા છે. જેથી 4.5 લાખ ક્યૂસેક પાણીની છોડવામાં આવી રહ્યું છે. અને નર્મદા ડેમમાં 6.61 લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. જેને પગલે નર્મદા ડેમના 23 દરવાજા 3.6 મીટર સુધી ખોલીને 8 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમની સપાટી ઘટાડીને 136.02 મીટર કરવામાં આવી છે.

40થી વધુ ગામને એલર્ટ કરાયા
નર્મદા ડેમમાંથી 8 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવતા નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે. નર્મદા નદી કાંઠાના 40થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. અને તંત્ર દ્વારા ટીમો પણ ખડકી દેવામાં આવી છે.

ડેમમાં હાલ 4870 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ

અત્યાર સુધી સપાટી 136.22 મીટરે હતી, જેથી ડેમમાંથી પાણી છોડીને ડેમની સપાટી ઘટાડીને 136.02 કરવામાં આવી છે. નર્મદા ડેમમાં હાલ 4870 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
(અહેવાલ અને તસવીરોઃ પ્રવિણ પટવારી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *