ગુજરાતમાં પ્રથમ ફ્લડ લાઇટના અજવાળે ઇન્વિટેશનલ સુપરક્રોસ-2020 યોજાશે, દેશ-વિદેશના ખ્યાતનામ રાઇડર્સ સ્ટન્ટ કરશે

General Sport

500 મીટરના રેસીંગ ટ્રેકમાં પલ જમ્પ, 150 ફૂટનું ટેબલ ટોપ, ડબલ જમ્પ અને વહુપ્સ સામેલ

શહેરમાં ગુજરાતમાં પ્રથમ ફ્લડ લાઇટના અજવાળે આજે(રવિવાર) વડોદરા ઇન્વિટેશનલ સુપરક્રોસ-2020 યોજાશે. આજે જુના પાદરા રોડ ઉપર આવેલ વિનસ ગ્રાઉન્ડ ખાતે આ સુપરક્રોસ રેસ યોજાશે. જેમાં દેશ-વિદેશના ખ્યાતનામ રાઇડર્સ સ્ટન્ટ કરશે.

રેસીંગ ટ્રેક 500 મીટરનો રાખવામાં આવ્યો છે

આ સુપરક્રોસનું આયોજન કરનાર વીર પટેલ અને ઇશાન લોખંડેએ જણાવ્યું હતું કે, આ સુપરક્રોસ માટેનો રેસિંગ ટ્રેક આશાન સ્પોર્ટ્સ અને લિલેરીયા મોટર્સ સ્પોર્ટ્સ ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ રેસમાં પ્રથમ વિજેતાને 25 પોઇન્ટ, દ્વિતીય વિજેતાને 23 પોઇન્ટ અને તૃતીય વિજેતાને 21 પોઇન્ટ મેળવવાના રહેશે. રેસીંગ ટ્રેક 500 મીટરનો રાખવામાં આવ્યો છે. જેમાં ટ્રીપલ જમ્પ, 150 ફૂટનું ટેબલ ટોપ, ડબલ જમ્પ અને વહુપ્સ સામેલ છે. ઓન ટ્રેક બરોડા ઓટો મોટીવ રેસીંગના સુનિલ નિગમ દ્વારા કરવામાં આવ્યું છે. આ રેસ સાંજે 5-30 વાગ્યાથી શરૂ થશે. ગુજરાતમાં પ્રથમ વખત ફ્લડ લાઇટમાં યોજાશે.

24 રાષ્ટ્રીય રાઇડર્સ, 7 આંતરરાષ્ટ્રીય ખેલાડી

વધુમાં જણાવ્યું હતું કે, આ રેસમાં ટીમ નિલાંબર ગૃપ, ટીમ એમરાલ્ડ એન્ડ કોટયાર્ડ ગૃપ, ટીમ સહયોગ ગૃપ, ટીમ ગજાનન ગૃપ, ટીમ પીટીએસઆઇ, ટીમ આદિત્ય એન્ડ સાફલ્ય ગૃપ અને ટીમ ત્રિશા એમ કુલ 7 ટીમો ભાગ લેનાર છે. જેમાં કુલ 24 રાષ્ટ્રીય રાઇડર્સ, 7 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ ભાગ લેનાર છે. આ ખેલાડીઓ ટોચનું સ્થાન મેળવવા માટે એકબીજાની સાથે હરીફાઇ કરશે. ભારતમાં 2 રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતીને અને 2010-2011માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યા પછી અમે 2021માં પાન ઇન્ડિયામાં વિશ્વની પહેલી ફ્રેન્ચાઇઝ અને બ્રાન્ડ આધારીત સુપરક્રોસ રેસિંગ લીગની સ્થાપના કરવાનું વિચારી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *