દાહોદમાં ઘરોમાં પાણી ઘૂસ્યા, કાર સહિત અનેક વાહનો પાણીમાં ગરકાવ, આમલી ખોબરા તળાવ ઓવરફ્લો

Monsoon

બસ સ્ટેશન સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પાણીમાં પલળી ગઇ

દાહોદ પથંકમાં ગત રાતથી જ ભારે વરસાદ શરૂ થઇ ગયો હતો. આજે સવારે પણ ભારે વરસાદ યથાવત રહ્યો છે, દાહોદના ભીલવાડા વિસ્તારમાં કેડ સમા પાણી ભરાયા છે. અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. એક કાર સહિત અનેક વાહનો પાણીમાં ડૂબી ગયા છે, જેને પગલે દાહોદ પંથકમાં જનજીવન પર અસર પડી છે.

બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા
દાહોદમાં ભારે વરસાદને પગલે બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા છે. અને ભીલવાડા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઇ ગયા છે. જેને પગલે લોકો અટવાઇ ગયા છે. દાહોદના ગુલતોરા ગામનું આમલી ખોબરા તળાવ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે. જેને પગલે ઉભા પાકને નુકસાન થવાની ભિંતી સેવાઇ રહી છે.

ઝાલોદ અને ફતેપુરામાં પણ ભારે વરસાદ
દાહોદ ઉપરાંત ઝાલોદ અને ફતેપુરામાં પણ ભારે વરસાદ ખાબક્યો છે. જેને પગલે ઝાલોદમાં વરસાદી પાણી ભરાઇ ગયા છે. અને ઝાલોદના મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. જેને પગલે નોકરી-ધંધા પર જતા લોકો અટવાઇ ગયા હતા.
(અહેવાલઃ ઇરફાન મલિક, દાહોદ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *