વડોદરા શહેર અને જિલ્લામાં રાત્રે એકથી બે ઇંચ સુધી વરસાદ વરસ્યો, એક વૃક્ષ ધરાશાયી

Monsoon

વડોદરા શહેર અને જિલ્લામાં રાત્રી દરમિયાન એકથી બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેમાં વડોદરામાં 25 મિ.મી., ડભોઇમાં 42 મિ.મી., કરજણમાં 38 મિ.મી., શિનોરમાં 37 મિ.મી., પાદરામાં 14 મિ.મી., સાવલીમાં 8 મિ.મી., ડેસરમાં 7 મિ.મી., વાઘોડિયામાં 5 મિ.મી., વરસાદ નોંધાયો હતો. વડોદરા શહેરમાં એક સ્થળે વૃક્ષ ધરાશાયી થયું હતું અને વડોદરા શહેરને પાણી પુરૂ પાડતા આજવા સરોવારમાં આજે સવારે આઠ વાગ્યે 209 ફૂટ સપાટી નોંધાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *