8મીથી બેંગ્લોર અને 14મીથી મુંબઈ ફ્લાઇટના શિડ્યૂલ જાહેર
કોરોના મહામારી વચ્ચે હવાઈ યાત્રીઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયો છે. વડોદરા એરપોર્ટ પર કાર્યરત દિલ્હી, હૈદરાબાદની ફ્લાઈટમાં જૂન મહિનામાં માત્ર ૬ હજાર મુસાફરો નોંધાયા હતા. ત્યારે અગાઉ મહિને 1.20 લાખ મુસાફરોની સંખ્યા સામે આ મુસાફરો ફ્લાઈટનો ખર્ચો કાઢવા જેટલા પણ ના કહી શકાય એરલાઈન્સ કંપની દ્વારા આ સંજોગોમાં વધુ બે
નવી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરાથી કાર્યરત ઈન્ડિગોની હૈદરાબાદની ફ્લાઇટ સપ્તાહમાં ત્રણ દિવસ ચાલે છે. તે ફ્લાઇટ બાકીના સોમ ગુરૂવાર અને શનિવારે બેંગ્લોર માટે શરૂ કરાશે. આગામી 8 તારીખથી બપોરે ૧૨ વાગે આ ફ્લાઇટ વડોદરાથી રવાના થશે. જ્યારે 14 તારીખથી મુંબઈ માટે ઈન્ડિગો ની ફ્લાઇટ સપ્તાહમાં બે દિવસ બુધવાર અને રવિવારે સાંજે પાંચ વાગે કાર્યરત થશે. આ સાથે વડોદરાથી દિલ્હી, મુંબઈ હૈદરાબાદ, બેંગલોરની કનેક્ટિવિટી મળી રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરાના નવા એરપોર્ટ ડાયરેક્ટર ટી.કે. ગુપ્તા દ્વારા મુસાફરોની સંખ્યામાં વધારાને મુખ્ય ચેલેન્જ ગણાવાઈ હતી.
Source : www.divyabhaskar.co.in