3 વર્ષ પહેલા રિશી કપૂર વડોદરા આવ્યા ત્યારે કહેલુ કે, ’20 વર્ષની ઉંમરે બોબી અને મેરા નામ જોકરની સફળતાએ મને ઘમંડી બનાવ્યો હતો, પણ મે તેને વશમાં કર્યો’

Breaking News

35 વર્ષ પહેલા પ્રેમરોગ ફિલ્મના શૂટીંગ માટે વડોદરા આવ્યા તેની યાદો પણ રિશી કપૂરે વાગોળી હતીરિશી કપૂરે કહ્યું હતું કે, રાજ કપૂરનો પુત્ર હોવાથી સરળતાથી બ્રેક મળ્યો પણ સફળતા માટે ખુબ જ સંઘર્ષ કર્યો

વડોદરા. બોલિવુડના અભિનેતા રિશી કપૂરનું કેન્સરની બીમારીથી નિધન થયું છે. 3 વર્ષ પહેલા 24 ફેબ્રુઆરી, 2017ના રોજ ઋષિ કપૂર વડોદરા શહેરમાં આયોજીત વડોદરા લિટરચેર ફેસ્ટિવલની મુલાકાતે આવ્યા હતા, ત્યારે ફેસ્ટિવલમાં હાજર શ્રોતાઓ સાથે રિશી કપૂરે વાર્તાલાપ કર્યો હતો. રિશી કપૂરે જણાવ્યું હતું કે, મને ખુશી છે કે, ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરી રહેલા કપૂર ખાનદાનનું આજે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં યોગદાન યથાવત છે. 20 વર્ષની ઉંમરે મને ‘મેરા નામ જોકર’ ફિલ્મ માટે નેશનલ એવોર્ડ મળ્યો અને બોબી ફિલ્મ માટે મને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો, ત્યારે મને ઘમંડ પણ આવી ગયું હતું, પરંતુ આ ઘમંડ લાંબો સમય રહેશે તો મને નુકસાન થશે. તેવો વિચાર આવતા મેં મારી જાતે જ મારા ઘમંડને મેં વશમાં કરી લીધું હતું.
વડોદરામાં રિશી કપૂરે કહ્યું હતું કે, 35 વર્ષ પહેલા હું સુપરહિટ ફિલ્મ પ્રેમરોગના શૂટીંગ માટે વડોદરા આવ્યો હતો
35 વર્ષ પૂર્વેના સંસ્મરણોને યાદ કરતા રિશી કપૂરે જણાવ્યું હતું કે, વડોદરા શહેર મને અહીંની મુલાકાતના દિવસોની યાદ અપાવે છે. મારી સુપરહિટ ફિલ્મ પ્રેમ રોગનું શૂટીંગ કરવા માટે વડોદરા આવ્યો હતો. હવે હું અહીં ઘણા વર્ષો પછી આજે આવ્યો છું, જે મારી યાદોને ફરીથી તાજી કરે છે. 
રિશી કપૂરે કહ્યું હતું કે, મે એક્ટીંગની શરૂઆતમાં ખુબ જ સ્ટ્રગલ કરી હતી
બોલિવુડ અભિનેતા રિશી કપુરે પોતાના જીવન ઉપર લખેલી ખુલ્લં ખુલ્લા આત્મકથા અંગે જણાવ્યું હતું કે, અમારા ખાનદાનમાં આજ દિન સુધી કોઇએ પોતાના જીવન ઉપર આત્મકથા લખી નથી. આત્મકથા લખવા પાછળ મારા બે મુખ્ય ઉદ્દેશ્ય છે. એક તો મારી ખુલ્લં ખુલ્લા આત્મકથામાં મારા જીવન ઉપરાંત મારા પરિવારની રહેણી-કરણી તેમજ તેમના કરીયરની વાત કરવી હતી. તેમજ મારી આત્મકથામાં મારાથી થયેલી ભૂલોને પણ મૂકવામાં આવી છે. બીજુ એ કે, લોકોને લાગે છે કે, એક્ટરનો પુત્ર એક્ટર જ બને. તે વાત ખોટી છે. કારણ કે, મેં મારી એક્ટીંગની શરૂઆતમાં ખુબ જ સ્ટ્રગલ કરી હતી. આજે પણ એક્ટરના પુત્રો-પુત્રીઓને સ્ટ્રગલ કરવી પડે છે. તમારી પાસે કોઇ આવડત ન હોય તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ટકવું મુશ્કેલ છે.
રિશી કપૂરે કહ્યું હતું કે, મારી આત્મકથા દ્વારા લોકોને નવી દિશા મળશે
વધુમાં રિશી કપૂરે તેઓએ જણાવ્યુ હતુ કે, આજની પેઢી સમક્ષ મારા તેમજ મારા પરિવારની વાતો મુકી શકું તે માટે જ મેં ખૂલ્લં ખૂલ્લા આત્મકથા લખી છે. મને વિશ્વાસ છે કે, મેં લખેલી ખુલ્લં ખુલ્લા આત્મકથા લોકોને પસંદ પડશે. અને મારી આત્મકથા દ્વારા લોકોને નવી દિશા મળશે.

Source : https://www.divyabhaskar.co.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *