શહેરમાંથી 3 વર્ષમાં 300 યુવાનો આર્મીમાં જોડાયા, હવે ઓગસ્ટ મહિનાથી નવી ભરતી શરૂ થશે

General
  • દેશભક્તિની આગ અને કંઇ કરી છૂટવાનું જોશ યુવાનોને સેના તરફ દોરી જાય છે

વડોદરા સહિત અાસપાસના વિસ્તારના અંદાજે 300 યુવાનો અને ગુજરાતના 1000 યુવાનો ત્રણ વર્ષમાં આર્મીમાં જોડાયા હોવાનું જાણવા મળે છે. દેશભક્તિની આગ અને કંઇ કરી છૂટવાનું જોશ યુવાનોને સેના તરફ દોરી જાય છે. આ અંગે ટ્રેનિંગ આપતા શહેરના ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જાણવા મળ્યા મુજબ આગામી ઓગસ્ટ મહીનામા હિમ્મતનગર ખાતે આર્મીની નવી ભર્તી શરૂ થનાર છે. તેમાં પ્રક્રિયા ઓનલાઇન થાય છે. જોઇન આર્મી અને ઇન્ડિયન આર્મીની વેબસાઇટ પરથી યુવાનોને માહિતી મળી રહેશે.

બે કેટેગરીમાં ભર્તી કરાય છે
આર્મીમાં જોડાનાર યુવાનોને ધો-10 અને ધો-12 પાસ એમ મ. ધો.10 પાસને પણ સૈન્યમાં રૂ.30 હજાર જેવો પગાર મળે છે. માન- પ્રતિષ્ઠા સાથે દેશ માટે કામ કરવાની ખેવનાથી યુવાનોનો ક્રેઝ વધ્યો છે. આર્મીમાં નોકરી સાથે આગળ ભણવું હોય તો પણ સુવિધા છે. અત્રે યુવાનોને ટ્રેનિંગ અાપતાં અંકિતા મિશ્રાએ જણાવ્યા મુજબ ધો.10માં 45 ટકા હોવા જોઇએ અને ધો.12માં 50 ટકા સાથે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સ વિષયો જરૂરી છે.

દેશમાં દર વર્ષે એક વખત ભરતી થાય છે
દેશમાં દર વર્ષે એક વખત આર્મીમાં ભરતી મેળો યોજાય છે. ગુજરાતમાં બે ભાગમાં યુવાનો માટે ભરતી થાય છે. હિંમતનગરમાં થનાર ભરતીમાં વડોદરા સહિતના યુવાનોને લાભ મળશે. – જીતેન્દ્ર કુમાર માથુર, એક્સ આર્મીમેન

ફિઝિકલ અને લેખિત પરીક્ષા હોય છે
આર્મીમાં ભરતી થવા ઇચ્છતા યુવાનો માટે ફિઝિકલ ટેસ્ટ ફરજિયાત છે. જે માટે તેમની હાઇટ 162અને 168 સેમી જનરલ ડ્યૂટી માટે જરૂરી છે. ફિઝિકલ ટેસ્ટ પાસ કરાયા બાદ લેખિત પરીક્ષા માટે 40 દિવસનો સમય મળે છે. જેમાં વિવિધ વિષયોને આવરી લેવાય છે. યુવાનની ઉંમર 18 થી 23 વર્ષ હોવી જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *