અમદાવાદને ચંડીગઢ, સુરતને સહારનપુર, વડોદરાને મુરાદાબાદને સ્માર્ટ બનાવવાની જવાબદારી મળી

General

સ્માર્ટ સિટીમાં પાછળ રહેલા સ્માર્ટ સિટી ટોપ 20 સાથે સિસ્ટર સિટી બન્યા

દેશના ટોપ-20 સ્માર્ટ સિટીને સૌથી પછાત 20 સ્માર્ટ શહેરને વધુ સ્માર્ટ બનાવવામાં મદદ કરવાની જવાબદારી સોંપાઇ છે. તેમને સિસ્ટર સિટી નામ અપાયું છે. સિસ્ટર સિટીને 100 દિવસની ચેલેન્જ અપાઇ છે કે તેઓ પોતાના દેખાવમાં સુધારો કરી સૌથી નીચેના 20 ક્રમથી ઉપરનો રેન્ક મેળવે. સિસ્ટર સિટીની જોડ બનાવવામાં તેમની સમાન વિશેષતાઓને ધ્યાનમાં રખાઇ છે. એક પાટનગરને બીજા પાટનગર, પહાડી શહેરને પહાડી શહેર, તટીયને તટીય, ઔદ્યોગિકને ઔદ્યોગિક અને શિક્ષણ, સ્વાસ્થ્ય તથા ધાર્મિક પર્યટન માટે જાણીતા શહેરોને તેવા જ શહેરો સાથે જોડવામાં આવ્યા છે. અમદાવાદને ચંડીગઢ, સુરતને સહારનપુર, વડોદરાને મુરાદાબાદ, વારાણસીને અમૃતસર, નાસિકને જમ્મુ, આગરાને પુડુચેરી, કોટાને પાસીઘાટ, વેલ્લોરને કવરત્તી, ભોપાલને આઇઝોલ, ઇન્દોરને ગુવાહાટી, રાંચીને શિમલા, નાગુપરને પોર્ટ બ્લેર, પૂણેને ધરમશાલા, અમરાવતીને અટલ નગર, દેહરાદૂનને શિલોંગ સાથે સિસ્ટર સિટી બનાવાયા છે. બન્ને સિસ્ટર સિટીના સીઇઓ અને નેશનલ મિશન ડાયરેક્ટર વચ્ચે આ અંગે આવતા અઠવાડિયે એમઓયુ પર સહી-સિક્કા થશે.
પ્રોજેક્ટ્સના ડીપીઆર, ફિઝિબિલિટી રિપોર્ટ, ઇમ્પેક્ટ એસેસમેન્ટ રિપોર્ટ વગેરે શૅર કરશે
ટોપ-20 સ્માર્ટ સિટી પોતાના સિસ્ટર સિટી સાથે પોતાને ત્યાં લાગુ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ પૂરા કર્યાના અને અમલીકરણના પ્રેઝન્ટેશન આપશે અને પાછળ રહેલા શહેરોની સમસ્યાઓના ઉકેલ માટે પોતાને ત્યાં તે પ્રકારના પ્રોજેક્ટ્સના ડીપીઆર, ફિઝિબિલિટી રિપોર્ટ, ઇમ્પેક્ટ એસેસમેન્ટ રિપોર્ટ વગેરે શૅર કરશે.
સ્માર્ટ સિટી શું છે?
ભારત સરકારે 2015માં દેશના 100 શહેરને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાની સ્માર્ટ સિટી મિશન યોજના લૉન્ચ કરી હતી. શહેરની સમસ્યાઓના ઉકેલ માટે ઇનોવેટિવ આઇડિયાવાળા પ્રોજેક્ટ્સ માટે કેન્દ્ર સરકાર અનુદાન આપે છે. 100 દિવસ પૂરા થયા બાદ સિસ્ટર સિટીની યાદી બદલાઇ પણ શકે છે.
આ છે સિસ્ટર સિટી
અમદાવાદ-ચંડીગઢ, સુરત-સહારનપુર, વડોદરા-મુરાદાબાદ, વારાણસી-અમૃતસર, નાસિક-જમ્મુ, આગરા-પુડુચેરી, ભોપાલ-આઇઝોલ, અમરાવતી-અટલ નગર, દેહરાદૂન-શિલોંગ, રાંચી-શિમલા, પૂણે-ધરમશાલા, વિશાખાપટ્ટનમ-દીવ, ઉદયપુર-ઇટાનગર, કોટા-પાસીઘાટ, વેલ્લોર-કવરત્તી, કાનપુર-કરીમનગર, નાગપુર-પોર્ટ બ્લેર, તિરુપુર-સેલવાસ, દાવણગેરે-બરેલી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *