સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુ પછી બોલિવૂડમાં ફૂંકાયેલા ડ્રગ અબ્યુઝના વાવાઝોડામાં દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત સિંહ જેવાં મોટાં નામો સામે આંગળી ચીંધાઈ હતી. તેમ છતાં અત્યાર સુધી એકેય મોટા સ્ટારે એક હરફ સુદ્ધાં ઉચ્ચાર્યો નહોતો. પરંતુ હવે અક્ષય કુમારે આ મુદ્દે મૌન તોડ્યું છે. એણે એક ઇમોશનલ વીડિયો મૂકીને દેશના મીડિયાને અને લોકોને અપીલ કરી છે કે પ્લીઝ આ મુદ્દે આખી ઈન્ડસ્ટ્રીને બદનામ કરવાનું બંધ કરો. અન્ય કોઈપણ ક્ષેત્રની જેમ અહીં પણ અમુક લોકો ડ્રગ્સ લેતા હોઈ શકે છે, પરંતુ તે માટે આખી ઈન્ડસ્ટ્રીને વગોવીને કોઈની આખી જિંદગીભરની રેપ્યુટેશનને ધૂળધાણી કરી દેવી એ યોગ્ય નથી.
વીડિયોમાં અક્ષય કુમાર કહે છે,
‘આજે ભારે હૈયે તમારી સાથે એક વાત શૅર કરવી છે. આમ તો ઘણા દિવસથી એ વિશે ઘણા વિચાર આવેલા, પણ ચારેકોર એટલી બધી નેગેટિવિટી હતી, કે સમજાતું નહોતું કે શું કહું, કેટલું બોલું, કોને કહું? જુઓ, અમે ભલે સ્ટાર કહેવાતા હોઈએ, પણ બોલિવૂડને તમે તમારા પ્રેમથી બનાવ્યું છે. અમે માત્ર એક ઇન્ડસ્ટ્રી જ નથી. અમે અમારી ફિલ્મોના માધ્યમથી આપણા દેશની સંસ્કૃતિ, આપણાં મૂલ્યોને વિશ્વના ખૂણેખૂણામાં પહોંચાડ્યાં છે. જ્યારે જ્યારે તમારાં સેન્ટિમેન્ટ્સની વાત આવી, તમે જે અનુભવતા હતા, ફિલ્મોએ તેને વ્યક્ત કરવાની કોશિશ કરી છે. પછી એ એન્ગ્રી યંગ મેનવાળો આક્રોશ હોય, કે કરપ્શન હોય, ગરીબી હોય, બેકારી હોય, દરેક ઇશ્યૂને સિનેમાએ પોતાની રીતે બતાવવાની કોશિશ કરી છે. તેમ છતાં આજે જો તમારી અંદર ગુસ્સો હોય તો તે ગુસ્સો પણ અમારાં આંખ-માથા પર.
સુશાંત સિંહ રાજપૂતના અચાનક મૃત્યુ પછી એવા ઘણા બધા ઈશ્યૂઝ સામે આવ્યા છે, જેણે અમને પણ એટલી જ પીડા આપી છે, જેટલી તમને. અને આ મુદ્દાઓએ અમને અમારી અંદર ડોકિયું કરવા માટે વિવશ કર્યા છે. અમારી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એવી બહુ બધી ખામીઓ તરફ દૃષ્ટિપાત કરવા મજબૂર કર્યા છે જેના પર વિચારવું અતિશય જરૂરી છે. જેમ કે, નાર્કોટિક્સ અને ડ્રગ્સ વિશે અત્યારે વાતો થઈ રહી છે. હું મારા હૃદય પર હાથ મૂકીને તમારી સાથે જૂઠું કઈ રીતે બોલી શકું કે આવા કોઈ પ્રોબ્લેમનું અસ્તિત્વ છે જ નહીં. જરૂર છે. એ જ રીતે જેમ બીજી દરેક ઇન્ડસ્ટ્રીમાં, પ્રોફેશનમાં પણ હશે, પણ દરેક પ્રોફેશનનો દરેક માણસ તે પ્રોબ્લેમમાં ઇન્વોલ્વ્ડ હોય એવું ન શક્ય નથી. એવું થોડું હોઈ શકે? ડ્રગ્સ લીગલ મેટર છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આપણી લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીઓ અને કોર્ટ્સ તેમાં જે કંઈ તપાસ કરી રહી હશે અને જે એક્શન લઈ રહી હશે તે બિલકુલ યોગ્ય જ હશે. અને હું એ પણ જાણું છું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો દરેક માણસ તેમાં સંપૂર્ણપણે કો-ઓપરેટ કરશે.
Bahot dino se mann mein kuch baat thi lekin samajh nahi aa raha tha kya kahoon, kisse kahoon. Aaj socha aap logon se share kar loon, so here goes… #DirectDilSe 🙏🏻 pic.twitter.com/nelm9UFLof
— Akshay Kumar (@akshaykumar) October 3, 2020