એમ.એસ.યુનિવર્સિટીને સુપર કોમ્પ્યૂટર અપાશે

Education
  • 30 ગણો સુપર પાવર ધરાવતા કોમ્પ્યૂટરના પગલે ડેટા એનાલિસિસમાં વધારો થશે 

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના કોમ્પ્યુટર એન્જીનીયરીંગ વિભાગને સુપર કોમ્પ્યુટરની ભેટ મળશે. ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા યુનિ.ને સુપર કોમ્પ્યુટર આપવામાં આવનાર છે. સામાન્ય કોમ્પ્યુટરથી 30 ગણી સ્પીડ ધરાવાતા સુપર કોમ્પ્યુટરના પગલે યુનિવર્સિટીમાં સંશોધનો અને ડેટા એનાલીસીસમાં વધારો થશે.

રિસર્ચર્સને મળશે સુપર કમ્પ્યુટરનો લાભ
રાજયની 4 થી 5 જેટલી યુનિવર્સિટીમાં સુપર કોમ્પ્યુટર આપવાનો નિર્ણય સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. જેના ભાગ રૂપે એમ.એસ.યુનિવર્સિટીને પણ સુપર કોમ્પ્યુટરની ભેટ મળી છે. યુનિવર્સિટીના કોમ્પ્યુટર એન્જીનીયરીંગ વિભાગમાં સુપર કોમ્પ્યુટર માટે અલાયદો રૂમ ફાળવામાં પણ આવશે. વીસી પરિમલ વ્યાસ તથા કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા સુપર કોમ્પ્યુટર વિશે માહિતી આપવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને ખાસ કરીને રીસર્ચરને સુપર કોમ્પ્યુટરનો લાભ મળશે.

વિવિધ બ્રાંચને ઉપયોગી થશે
સામાન્ય કોમ્પ્યુટર કરતા 30 ગણો પાવર ધરાવતા સુપર કોમ્પ્યુટર ગણત્રરીની સેકન્ડોમાં કામ કરી શકે છે. કિલો બાઇટસ, મેગા બાઇટસ, ગીગા બાઇટસ, ટેરા બાઇટસ પછી પેટાબાઇટસ આવે છે. સુપર કોમ્પ્યુટર પેટા બાઇટસથી કામ કરે છે. સુપર કોમ્પ્યુટર બીસીએ, ઇલેકટ્રોનીકસ, એપ્લાઇડ મેથેમેટીક્સ, એપ્લાઇડ ફિઝિકસ, ફાર્મસી, સાયન્સને ઉપયોગી સાબિત થશે. મશીન લર્નીંગ અને ઇન્ટરનેટ ઓફ થીંગ્સ માટે પણ ઉપયોગી સાબિત થશે. અગામી બે મહિનામાં સુપર કોમ્પ્યુટર યુનિવર્સિટીને આપવામાં આવશે તેવું સત્તાધીશોએ જણાવ્યું હતું.

મશીન લર્નિંગ માટે ડેવલોપમેન્ટ કરી શકાશે
અાગામી ભવિષ્ય મશીન લર્નીંગ અને ઇન્ટરનેટ ઓફ થીંગ્સની દુનિયામાં બોલબાલા હશે. ટેકનોલોજીના નવા બદલતા યુગમાં તમામ વસ્તુઓ ડેટા આધારીત અને ભવિષ્યની જાણકારી નિર્ભર રહશે. સુપર કોમ્પ્યુટરની મદદથી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પણ આ બંને વિષય પર રીસર્ચ કરી શકાશે. ઉલ્લેખનિય છે કે, મશીન લર્નીંગ અને ઇન્ટરનેટ ઓફ થીંગ્સ માટે પણ ઉપયોગી સાબિત થશે.

પૂર્વ વિદ્યાર્થીએ સુપર કોમ્પ્યૂટર બનાવ્યું હતું 
એમ.એસ.યુનિવર્સિટીમાંથી એન્જીનીયરીંગની ડિગ્રી મેળવનાર વિજય ભાટકરે ભારતનું સૌ-પ્રથમ સુપર કોમ્પ્યુટર પરમ 8000 નું 1991માં નિર્માણ કર્યું હતું. સુપર કોમ્પ્યુટર ટેકનોલોજીમાં દેશનું નામ તેમણે રોશન કર્યું હતું. તેમને પદમા ભૂષણ અને પદમ શ્રી થી પણ સન્માનીત કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *