સ્ટેચ્યૂ ખાતે 9 જાન્યુ.એ યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ

Breaking News
  • કલેકટરે રાજપીપળા ખાતે બેઠક યોજી
  • 50 વિદેશી સહિત 89 પતંગબાજો આવશે

નર્મદા જિલ્લા વહિવટીતંત્ર અને ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આગામી 9 મી જાન્યુઆરીના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક કેવડીયામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે. જેમાં વિવિધ 15 દેશના આંતરરાષ્ટ્રીય કક્ષાના 50 અને ભારતના વિવિધ 8 રાજ્યોના 39 સહિત કુલ 89 પતંગબાજો ભાગ લેશે.
કેવડીયાના આંગણે થનારી આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણીને લઈ દેશ-વિદેશના અવનવા પતંગો સાથેના કરતબો માણવાના અદભૂત અવસરનો લાભ લેવાની સોનેરી તક પ્રાપ્ત થશે. નર્મદા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં રાજપીપળા ખાતે બેઠક યોજાયી હતી. બેઠકને સંબોધતા જિલ્લા કલેકટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય વહીવટદાર મનોજ કોઠારીએ ઉજવણીને સફળ બનાવવા ટીમ નર્મદાને અનુરોધ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *