- આજે વિસર્જન માટે સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી વિસર્જનની વ્યવસ્થા ઉભી કરાશે
- ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ચાલુ વર્ષે ઇકોફ્રેન્ડલી ગણેશ ઉત્સવની ઉજવણીમાં વિસર્જન માટે ખાસ વિદેશથી આયાત કરેલ ફોલ્ડિંગ કુંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.દોઢ દિવસના ગણેશજીની 25 મુર્તિઓ ફોલ્ડીંગ કુંડમાં વિસર્જીત કરવામાં આવી છે.આવતી કાલથી વિસર્જન માટે સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી કરાશે.
દોઢ દિવસ બાદ ત્રણ કલાકમાં 25 મુર્તિનું વિસર્જન કરવામાં આવ્યું
ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ અને રોટરી ક્લબના સહયોગથી વિસર્જન માટે ખાસ વિદેશથી આયાત કરેલ ફોલ્ડિંગ કુંડનો ઉપયોગ કરવા માટેનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.નવતર પ્રયોગને દોઢ દિવસની ગણેશજીની મુર્તિ વિસર્જનમાં અભુદપુર્વ પ્રતિસાદ સાંપડ્યો છે.ગણેશ સ્થાપનાના દોઢ દિવસ બાદ ત્રણ કલાકમાં 25 મુર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે.જે અંગે વ્યવસ્થાપક તરંગ શાહે જણાવ્યું હતું કે, બુધવારથી સવારે 7 વાગ્યાથી લઇને રાત્રે 10 વાગ્યા સુધી ફોલ્ડીંગ કુંડમાં વિસર્જન કરવા દેવામાં આવશે. ફોલ્ડીંગ કુંડની વિશેષતા છે કે, કુંડમાં ભરેલા પાણી વેસ્ટ ન થાય તે માટે સોસાયટીમાં જ ખાસ વોટર હાર્વેસ્ટીંગ માટે ભૂગર્ભ ટાંકી બનાવાઇ છે.