વડોદરામાં પહેલીવાર નકલી પાસપોર્ટનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ પકડાયું , રૂા.17 લાખમાં સ્પેનનો પાસપોર્ટ તૈયાર

Crime
  • મુખ્ય 3 આરોપીઓ 5 લોકોને પાસ પાસપોર્ટ આપતી વખતે ઝડપાયા
  • પકડાયેલા આરોપીઓનું ઇસ્ટોનિયાથી સ્પેનમાં જવાનું પ્લાનિંગ હતું
  • ટોળકી પાસેથી સ્પેનના 5 અને 17 ભારતીય પાસપોર્ટ પણ મળ્યા
  • વડોદરાની શ્રીજી ટૂર્સમાં  ભેજાબાજે  મીટિંગ ગોઠવી હતી

વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાંથી એસઓજી પોલીસે બોગસ પાસપોર્ટ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અને ભારતના 17 પાસપોર્ટ અને સ્પેનના 5 બોગસ પાસપોર્ટ સાથે 8 આરોપીની ધરપકડ કરી છે.
બેગમાંથી બોગસ પાસપોર્ટ મળી આવ્યા
વડોદરા એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, સયાજીગંજ વિસ્તારમાં આવેલી રાજશ્રી ટોકીઝ સામેના ગેલોર્ડ ટી પોઇન્ટ પાસે 8 ઇસમો ભેગા થઇને શંકાસ્પદ હિલચાલ કરી રહ્યા છે, જેના આધારે વોચ ગોઠવીને પોલીસે તમામ આઠેય ઇસમોને પકડી પાડ્યા હતા. અને તેમની પાસેથી એક કાળા કલરની બેગ મળી આવી હતી. બેગ ખોલીને ચેક કરતા 17 ભારતીય પાસપોર્ટ, સ્પેનના 5 બોગસ પાસપોર્ટ મળી આવ્યા હતા. સ્પેનના પાસપોર્ટ ડુપ્લિકેટ હોવાનું ખુલ્યું હતું. અને સ્પેનના બોગલ પાસપોર્ટ બેંગ્લોરથી લાવવામાં આવ્યા હતા. અને ભારતીય પાસપોર્ટ આરોપીઓ અને તેમના પરિવારજનોના હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બે મુખ્ય આરોપીનો વિસનગરમા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ છે
આ કેસના બે મુખ્ય આરોપી દેવેન અને કિર્તિનો વિસનગરમા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ છે. આ ઉપરાંત દેવેન અને કિર્તીએ નિલેશ પંડ્યા નામના આરોપીને લોકોને વિદેશ મોકલવાનું કામ સોંપ્યું હતું. અને તેણે અન્ય પકડાયેલા પાંચ લોકોના પાસપોર્ટ ત્રણ લોકોએ બનાવ્યા છે. અને પાંચેય લોકોને પાસપોર્ટ આપવામાં આવી રહ્યા હતા. તે સમયે પોલીસે રેડ કરીને આઠ આરોપીઓને પકડી પાડ્યા હતા.
સ્પેનની એમ્બેસીમાંથી પાસપોર્ટની ખરાઇ કરવામાં આવશે
પકડાયેલા આરોપીઓનું પહેલાં તો ઇસ્ટોનિયા દેશમાં જવાનું પ્લાનિંગ હતું અને ત્યાંથી તેઓનું સ્પેન જવાનુ પ્લાનિંગ હતું. જપ્ત કરેલા પાસપોર્ટ અંગે સ્પેન એમ્બેસીમાંથી પણ ખરાઇ કરવામાં આવશે.
નિલેશ સામે અમદાવાદમાં 2થી 3 ગુના નોંધાયા છે
નિલેશ હસમુખભાઇ પંડ્યા સામે આ અગાઉ પણ અમદાવાદ શહેરના બેથી ત્રણ પોલીસ સ્ટેશનમાં બોગસ રીતે વિદેશ મોકલવાના અને વિઝા અને પાસપોર્ટને લગતા ગુના નોંધાયેલા છે.
રિપબ્લીક ઓફ ઇસ્ટોનિયાનુ ઓળખ પત્ર મળ જપ્ત કર્યું
પોલીસ ભારતના 17 પાસપોર્ટ અને સ્પેન 5 બોગસ પાસપોર્ટ મળીને 22 પાસપોર્ટ જપ્ત કર્યાં છે. આ ઉપરાંત હિતેષભાઇ ભરતભાઇ પટેલના નામનું રિપબ્લિક ઓફ ઇસ્ટોનિયાનુ ઓળખ પત્ર મળ જપ્ત કર્યું છે.
પકડાયેલા 8 આરોપીઓના નામ
– દેવેન વિષ્ણુભાઇ નાયક રહે, ૩૦ર, પિરામીડ એપાર્ટમેન્ટ,જુના રોડ બજાર કાંકરીયા રોડ, કાંકરીયા , અમદાવાદ
– કિર્તિકુમાર વેલજીભાઇ ચૌધરી રહે, રંગાકુઇ ગામ. તા.વિસનગર જી.મહેસાણા
– નિલેશ હસમુખભાઇ પંડયા રહે.ડી/૩૦૪,રુદ્રાક્ષ એપાર્ટમેન્ટ, ડીમાર્ટ રોડ, નરોડા નિકોલ, અમદાવાદ
– હિતેષભાઇ ભરતભાઇ પટેલ રહે, ગાયત્રીનગર સોસાયટી.,માંકણેજ તા.જી.મહેસાણા
– રાકેશકુમાર નારાયણભાઇ પ્રજાપતિ રહે, નંદાલીગામ તા.ખેરાલુ જી.મહેસાણા
– પ્રિયાંક નરેન્દ્રભાઇ પટેલ રહે, ભાવસોર ગામ તા.વિજાપુર જી.મહેસાણા
– પાર્થ દશરથભાઇ પટેલ રહે, ગાયત્રીનગર, માંકણજ ગામ તા.જોટાણા જી.મહેસાણા
– અલ્પેશકુમાર જયંતિભાઇ પટેલ રહે, વિહાર તા.માણસા જી.ગાંધીનગર

પાસપોર્ટ કૌભાંડ પાછળના ભેજાબાજની કુંડળી
સુદ્દત વડેશ (ફરાર)
અમદાવાદ બાપુનગરમાં રહે છે, નિલેશ પંડ્યાને તેણે બનાવટી પાસપોર્ટ બનાવી આપ્યા હતાં. આ પાસપોર્ટ બેંગલોરથી લાવ્યા હતાં. હજુ પકડાયો નથી, પોલીસ તેની ઘનિષ્ઠ શોધખોળ કરી રહી છે.

કિર્તી ચૌધરી
મહેસાણા વિસનગરમાં આઇએલટીએસના ક્લાસીસ ચલાવે છે. વિદેશ જવા ઇચ્છુક લોકોને ઇંગ્લીશ સ્પીકીંગનો કોર્ષ પણ કરાવે છે. મહેસાણા અને માણસના 5 જણ સાથે17 લાખમાં સ્પેનનો પાસપોર્ટ આપવાનો સોદો કર્યો હતો.

દેવેન નાયક
અમદાવાદના પોશ વિસ્તાર આંબાવાડીમાં રેડીક્સ વિઝા સર્વિસ નામની ઓફિસ ધરાવી વિઝા આપવાનો ધંધો કરે છે. સ્પેનના બનાવટી પાસપોર્ટના કૌભાંડમાં તેની વચેટિયા તરીકેની ભૂમિકા હતી.

નિલેશ પંડયા
બનાવટી પાસપોર્ટ અને વિઝા તેમજ બનાવટી ચલણી નોટોના ગુજરાત અને રાજસ્થાનમાં મળી 10 ગુના નોંધાયેલા છે. બનાવટી નોટના ગુનામાં તેને 10 વર્ષની સજા થઇ હતી. તેણે સદ્દત વડે પાસે સ્પેના બનાવટી પાસપોર્ટ તૈયાર કરાવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *