ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બંને આરોપીઓને સયાજી હોસ્પિટલમાં લવાયા, સ્પર્મ, વાળ અને લોહીના નમૂના લેવાયા

Crime
  • બંને આરોપીઓને ખાનગી વાહનમાં સયાજી હોસ્પિટલ સુધી લઇ જવાયા
  • આરોપીઓના મેડિકલ ટેસ્ટ કર્યાં બાદ નમૂનાઓ પોલીસને સોંપાયા

નવલખી મેદાનમાં 14 વર્ષની સગીરા ઉપર થયેલા સામૂહિક દુષ્કર્મ કેસના બંને આરોપીઓને મેડિકલ ટેસ્ટ માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં બંને આરોપીઓના લોહી, વાળ, નખ ને સીમેનના નમૂના લેવામાં આવ્યા હતા.

આરોપીઓને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હોસ્પિટલમાં લઇ જવાયા
નવલખીમાં ગેંગરેપ કરનાર તરસાલીના 2 દુષ્કર્મીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 10 દિવસે ઝડપી પાડ્યા હતા. પોલીસે 4 લાખ મોબાઇલના ડેટાની ઝીણવટભરી તપાસ કરતા ફુગ્ગા વેચતા એક દુષ્કર્મીની કડી મળી હતી. રવિવારે સાંજે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે નવલખી સામૂહિક દુષ્કર્મ કેસના બંને આરોપીઓને વડોદરા ક્રાઇમ બ્રાંચને સોંપ્યા હતા. ત્યારબાદ મોડી રાત્રે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ખાનગી વાહનમાં આરોપી કિશન કાળુભાઈ માથાસુરિયા અને જશો વનરાજ સોલંકીને સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં બંનેની મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અને જરૂરી નમૂનાઓ લેવામાં આવ્યા હતા.
નમૂના સીલ કરીને પોલીસને સોંપવામાં આવ્યા
મેડિકો લીગલ ઓફિસરે જણાવ્યું હતું કે, બંને આરોપીઓની મેડિકલ તપાસ માટે લોહી, લાળ, શરીરના વાળ, નખ અને વીર્ય(સીમેન)ના નમૂના લેવાયા છે. નમૂના સીલ કરીને પોલીસને સોંપવામાં આવ્યા છે અને બંને આરોપીઓએ દુષ્કર્મ આચર્યા હોવાની કરી કબૂલાત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *