રૂપિયા 1.5 કરોડમાં હાથીદાંત વેચવા ફરતો શખ્સ પકડાયો, કહ્યું – દાદા આફ્રિકાથી લાવ્યા હતા

વનવિભાગ, જીએસપીસીએ છટકું ગોઠવી વડોદરાના વિનાયકને પકડયો 3.5 ફૂટ લાંબા અને સાડા પાંચ કિલો વજનના 2 હાથીદાંત કબજે કરાયા વનવિભાગે જાસપુરા ગામે છટકુ ગોઠવી વડોદરાના શખ્સને બે હાથીદાંત સાથે ઝડપી પાડ્યો હતો. આ વ્યક્તિએ બે હાથીદાંત દોઢ કરોડ માં સોદો કરવાનો પ્રયાસ કર્યો હતો. વનવિભાગે આ પ્રકરણમાં વિનાયક રતિલાલ પુરોહિતને દબોચી લીધો હતો. વનવિભાગને વાઇલ્ડ […]

Continue Reading

પાવાગઢ રોડ પર ડમી ગ્રાહક મોકલીને પોલીસે કુટણખાનાનો પર્દાફાશ કર્યો, એક શખ્સ સાથે બે પરપ્રાંતિય યુવતીઓ ઝડપાઇ

નિર્મલે ડમી ગ્રાહક સાથે યુવતીનો 500 રૂપિયાનો સોદો કરતા જ પોલીસ પહોંચી ગઇ હાલોલ-ગોધરા બાયપાસ રોડ ઉપર ગેસ્ટહાઉસમાં યુવતીઓને રાખવામાં આવતી હતી હાલોલ પોલીસે ડમી ગ્રાહક મોકલીને પાવાગઢ રોડ પર આવેલા સિંધાવાવ તળાવ પાસેથી કુટણખાનુ ચલાવતા શખ્સ અને બે પરપ્રાંતિય યુવતીઓને ઝડપી પાડી છે અને પોલીસે કાર જપ્ત કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી […]

Continue Reading

અમદાવાદ, નડિયાદ અને વડોદરા કોર્ટને ઉડાવી દેવાનો પત્ર મળ્યા બાદ વડોદરા કોર્ટમાં ચેકિંગ કરાયું, કંઇ શંકાસ્પદ ન મળ્યું

અમદાવાદ હાઇકોર્ટને ધમકીભર્યો પત્ર મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ અમદાવાદ, નડિયાદ અને વડોદરા કોર્ટને ઉડાવી દેવાની ધમકી બાદ વડોદરા કોર્ટમાં ગુરૂવારે રાત્રે ચેકિંગ કરાયું હતું. પીસીબી, એસઓજી, અને ક્રાઇમ બ્રાંચની ટીમે કોર્ટ પરિસરમાં તપાસ કરી હતી. પરંતુ કોઇ પણ શંકાસ્પદ વસ્તુ મળી નહોતુ. જેથી પોલીસે હાશકારો અનુભવ્યો હતો. જોકે પોલીસ દ્વારા કોર્ટમાં એલર્ટ રહેવા માટે […]

Continue Reading

હાઈવે પર સોપારી-કાજુની ગુણો ચોરતી ટોળકીને પોલીસે પડકારતાં PCR વાન પર ટ્રક ચઢાવી દેવાનો પ્રયાસ, બે જવાનને ઇજા

કાજુ-સોપારી ભરેલી ટ્રકમાં લૂંટ થતી જોઇને પીસીઆર વાન ત્યાં પહોંચી, લૂંટારૂઓએ પોલીસ વાન ઉપર પથ્થરમારો કર્યોવહેલી સવારે જાંબુઆ L&Tથી ડભોઈ સુધી ચોરોની ટ્રકનો બે પીસીઆર વાને આશરે 20 કિમી સુધી પીછો કરતાં ફિલ્મી દૃશ્યો સર્જાયાંપોલીસના પીછા છતાં ટ્રક પીપળીયા તરફ  ભાગી છૂટી મુંબઈથી અમદાવાદ જતા નેશનલ હાઈવે-48 પર જાંબુઆ એલ એન્ડ ટીના પાર્કિંગમાં ઉભેલી ટ્રકમાંથી […]

Continue Reading

સાયન્સ ફેકલ્ટીના ગેટ પાસે જ શરાબની મહેફિલ, યુવતી સહિત 3 સામે ફરિયાદ

ભરબપોરે મંડાયેલી મહેફિલમાં વિજિલન્સની એન્ટ્રી પડતા નાસભાગ મચી એક વિઘાર્થી ઝડપાતાં પોલીસના હવાલે કરાયો વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો મ.સ. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના ગીરડા ગેટ પાસે જાહેરમાં દારૂની મહેફીલ માણતા વિદ્યાર્થીઓ પર વિજિલન્સ ત્રાટકતા દોડધામ મચી જવા પામી હતી. 10થી વધારે વિદ્યાર્થીઓ મહેફીલ માણતા હતા જેમાં વિદ્યાર્થીનીઓ પણ સામેલ હતી. એક વિદ્યાર્થી ઝડપાઇ ગયો હતો. વિદ્યાધામમાં […]

Continue Reading

શિક્ષકે વિદ્યાર્થીને લાફા ઝીંકતાં કાનના પડદામાં કાણું પડી ગયું

ઇલોરાપાર્કમાં તત્વમ નોલેજ ઇિન્સ્ટટયુટ ક્લાસનો બનાવ ધો.10ના વિદ્યાર્થીના વાલીની ફરિયાદ, શિક્ષકની ધરપકડ શહેરના ઇલોરાપાર્ક વિસ્તારમાં પુજેર કોમ્પલેક્ષમાં આવેલ તત્વમ નોલેજ ઇન્સ્ટીટયુટ નામના ટયુશન ક્લાસના શિક્ષક અને સંચાલકે 10માં ધોરણના વિદ્યાર્થીને ધડાધડ લાફા ઝીંકી દેતાં વિદ્યાર્થીના ડાબા કાનના પડદામાં કાણું પડી ગયું હતું. વિદ્યાર્થીના વાલીએ આ મામલે ગોરવા પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે મારામારી અને જુવેનાઇલ જસ્ટીસ […]

Continue Reading

હાથીખાનાના રાયોટિંગ કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

સાકીર ઉર્ફે વ્યાજખોર અને અશરફ ઉર્ફે તપેલી ઝડપાયા ક્રાઈમ બ્રાંન્ચે અત્યાર સુધીમાં 36 આરોપીની ધરપકડ કરી શહેરના હાથીખાના મસ્જીદ પાસે 20 ડિસેમ્બરના રોજ બનેલા રાયોટીંગના બનાવમાં ક્રાઈમ બ્રાંન્ચે સાકીર ઉર્ફે વ્યાજખોર અલ્લારખા સૈયદ (રહે-હાથીખાના) અને અશરફ ઉર્ફે તપેલી શેરખાન પઠાણ (રહે-તાંદલજા)ની ધરપકડ કરી છે. ઉલ્લેખનિય છે કે, ક્રાઈમ બ્રાંન્ચે અત્યાર સુધીમાં રાયોટીંગના ગુનામાં કુલ 36 […]

Continue Reading

શહેરમાં લોહિયાળ તોફાનો કરાવવાના કારસાનો પર્દાફાશ, નવાબવાડામાંથી ઘાતક હથિયારો મળ્યાં

હાથીખાના મસ્જિદ પાસે પોલીસ પર હુમલો અને પથ્થરમારાના બનાવમાં વધુ 8 આરોપી ઝડપાયા  તોફાનોની શરૂઆતમાં પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરનારા પૈકી એક રમઝાન પણ પકડાયો હાથીખાના મસ્જીદ પાસે ગત શુક્રવારે થયેલા પથ્થરમારા અને પોલીસ પર હુમલામાં સંડોવાયેલા વધુ 8 શખ્સને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા હતા. ક્રાઇમ બ્રાન્ચે નવાબવાડામાં રહેતા આતીફ સૈયદ પાસેથી તલવારો ગુપ્તી, ચપ્પુ અને […]

Continue Reading

ખુશ્બુ જાની કેસમાં પોલીસ સાત દિવસે પણ ઠેરની ઠેર

રેન્જ આઇજીએ અધિકારીઓને તપાસ માટે સૂચનો કર્યાં પુછપરછ માટે બેસાડી રખાતાં ગામ લોકો પોલીસથી પરેશાન ચાણસદની વિદ્યાર્થિની ખુશ્બુ જાનીની હત્યાને 7 દિવસ થઇ ગયા છે. પોલીસ શરૂઆતથી જ ગામનું જ કોઇ છે, નજીકની વ્યક્તિ છે, તેવી આશંકા સાથે તપાસ કરી રહી હતી. પરંતુ કોઇ કડી નહીં મળતાં આખરે 4 દિવસ પછી તપાસની દિશા બદલી છે. […]

Continue Reading

નવલખી દુષ્કર્મ મામલો, કોર્ટે બંને આરોપીઓના વધુ ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં વધુ પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતા હજુ ઘણા પ્રશ્નોના જવાબ ન મળવાથી ક્રાઇમ બ્રાન્ચે વધુ રિમાન્ડની માગ કરી બંનેની સાયન્ટિફિક રીતે પૂછપરછ કરવામાં આવશે નવલખી મેદાન થયેલા દુષ્કર્મ મામલે પોલીસે બળાત્કારી કિશન અને જશાના 8 દિવસના રિમાન્ડ પૂરાં થયા છે. હવે બંને આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં રજૂ કરી વધુ પાંચ દિવસના રિમાન્ડ […]

Continue Reading