સયાજી હોસ્પિટલમાં 119 વર્ષના વયોવૃદ્ધની થાપાની સર્જરી આટલી ઉંમરે બીપી-ઇસીજી નોર્મલ જોઇ તબીબો અચંબામાં

જે ઓપરેશનના રૂ.1.5 લાખ જેટલો ખર્ચ થાય તે  સયાજી હોસ્પિટલમાં મફત થયું સયાજી હોસ્પિટલમાં શનિવારે 119 વર્ષના વયોવૃદ્ધ વ્યક્તિના તૂટેલા થાપાનું ઓપરેશન કરાયું હતું. હોસ્પિટલના ઇતિહાસમાં આ સૌથી વધુ વ્યક્તિનું ઓપરેશન છે. હાલમાં આ વયોવૃદ્ધ દર્દીની હાલત સામાન્ય છે. મૂળે છોટાઉદેપુર જિલ્લાના કવાંટના નાનાવાંટામાં રહેતા જબરાભાઇ રેવલાભાઇ રાઠવા ગત શુક્રવારે ઘરે સવારે ખાટલા પરથી અચાનક […]

Continue Reading

શહીદના પરિવારને 16 એકર ખેતીની જમીન આપવાની જોગવાઈનો કાગળ પર જ અમલ

માજી સૈનિક ફાઉન્ડેશન દ્વારા કલેક્ટરને આવેદન આપી રજૂઆત શહીદોના પરિવારને રૂ. 1 કરોડ સુધીની આર્થિક સહાય આપવા માગ   શહેરના માજી સૈનિક સેવા ફાઉન્ડેશને સોમવારના રોજ કલેક્ટરને મળીને માજી સૈનિક તેમજ શહીદ સૈનિકોના પરિવારજનોના ઉત્થાન માટે રજૂઆત કરી હતી. જેમાં શહીદ સૈનિકોનાં સંતાનોને સરકારી નોકરી તેમજ પરિવારને રૂ.1 કરોડ સુધીની આર્થિક સહાય આપવામાં આવે તેવા […]

Continue Reading

110 વર્ષ પહેલા સયાજીરાવ ગાયકવાડ મૈસુરથી ચંદનના 2 ઝાડ લાવ્યા હતા, આજે વડોદરામાં 1000થી વધુ ચંદનના વૃક્ષ

એમ.એસ.યુનિવર્સિટીમાં 600 અને બીજા કમાટીબાગ, લક્ષ્મી વિલાસ પેલેસ સહિતના સ્થળે ચંદનના ઝાડ છે ભારતીય સંસ્કૃતમાં ચંદનનું લાકડુ પવિત્ર ગણાય છે. 50 હજાર રૂપિયા કિલોગ્રામ વેચાતા ચંદનના વડોદરા શહેરમાં 1000 જેટલા ઝાડ આવેલા છે. જેમાંથી એમ.એસ.યુનિવર્સિટીમાં જ 600 જેટલા ઝાડ આવેલા છે. 110 વર્ષ પહેલા મહારાજા સયાજીરાવ ગાયકવાડ મૈસુરથી બે ચંદનના ઝાડ વડોદરા લાવ્યા હતા. જેમાંથી […]

Continue Reading

વડોદરામાં રેલવેમાંથી નિવૃત થયેલા સિનિયર ટેક્નિશિયને હનુમાનજીની મહાકાય પ્રતિમા તૈયાર કરી

અશોકભાઈ અને તેમની ટીમે લોકો શેડના પ્રાંગણમાં કલાત્મક સ્કલ્પચર પાર્ક બનાવ્યો પશ્ચિમ રેલવેના ઇલેક્ટ્રિક લોકો શેડના નિવૃત સિનિયર ટેક્નિશિયન અશોક પંચાલે વીર હનુમાનની મહાકાય અને દર્શનીય પ્રતિમાનું નિર્માણ કર્યું છે. તેઓએ હનુમાનજીની પ્રતિમા લોકો શેડમાં ઉત્પન્ન થયેલા મેટલ વેસ્ટમાંથી તૈયાર કરી છે. પોતાના સાથી કર્મચારીઓની મદદથી વેસ્ટમાંથી બેસ્ટનું ખૂબ ઉત્તમ અને પ્રેરક ઉદાહરણ પૂરૂં પાડ્યું […]

Continue Reading

963 પ્રાથમિક શાળાઓમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રકચર બનાવવાના અભિયાનનો પ્રારંભ, 9.63 કરોડ લિટર પાણીને વહી જતુ અટકાવાશે

પ્રથમ તબક્કામાં 59માંથી 51 સ્કૂલોમાં વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર તૈયાર કરાયું ઈજનેરોએ માત્ર 25થી 90 હજારના ખર્ચે વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરની ડિઝાઈન ઉભી કરી  વડોદરા જિલ્લાની કુલ 963 પ્રાથમિક શાળાઓમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર બનાવવાના અભિયાનનો પ્રારંભ શરૂ થયો છે. આ અભિયાન અંતર્ગત ચોમાસાની ઋતુમાં પ્રત્યેક સ્કૂલમાં 1 લાખ લિટર પાણી જમીનમાં ઉતારશે. આમ 963 સ્કૂલોમાં 9 […]

Continue Reading

સયાજી હોસ્પિટલની મધર્સ મિલ્ક બેંકમાં એક મહિનામાં 104 માતાઓએ દૂધનું દાન કર્યું, 149 બાળકોને સંજીવની મળી

મધર્સ મિલ્ક બેંકનું દૂધ 3થી 6 મહિના સુધી ઉપયોગમાં લઇ શકાય છે મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં રૂકમણી ચૈનાની પ્રસુતિ ગૃહમાં ગત 8 નવેમ્બરથી મધર્સ ઓન મિલ્ક (મોમ) બેંકની શરઆત કરવામાં આવી છે. જેમાં એક મહિનામાં 104 માતાઓએ દૂધનું દાન કર્યું હતું. અને જેનો 149 બાળકોએ લાભ લીધો હતો. સયાજી હોસ્પિટલમાં શરૂ થઇ રહેલી […]

Continue Reading

વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણીના ભાગરૂપે રેલી કાઢવામાં આવી

50 જેટલી સંસ્થાઓ અને તેમના સભ્યો  પોસ્ટર બેનર સાથે જોડાયા સરકારનું ધ્યાન દોરવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરમાં આજે 3જી ડિસેમ્બરના રોજ વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણીના ભાગરૂપે રેલી કાઢવામાં આવી હતી. રેલીમાં વડોદરાની 50થી વધુ સંસ્થાઓ અને તેમના સભ્યો જોડાયા હતા. દિવ્યાંગોને સતાવતી સમસ્યાની માહિતી લોકો તેમજ સરકારને થાય તે માટે રેલીનું આયોજન […]

Continue Reading

આગામી 3 વર્ષમાં પર્યાવરણ વિશે લોકો જાગૃત નહીં થાય તો ગંભીર સમસ્યા સર્જાશેઃ તનિષા મુખર્જી

તનિષા મુખર્જીને વડોદરાની પાણી-પુરી ખૂબ પસંદ આવી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કપાનાર વૃક્ષો અંગે સમય આવે રજૂઆત કરીશ પર્યાવરણ માટે કામ કરતી બિગ બોસ ફેઇમ અને બોલિવુડની જાણીતી અભિનેત્રી તનિષા મુખર્જી આજે વડોદરાની મહેમાન બની હતી. જ્યા તનિષા મુખર્જીએ જણાવ્યું કે, આગામી ત્રણ વર્ષમાં પર્યાવરણ વિષે લોકો જાગૃત નહીં થાય તો ગંભીર સમસ્યા સર્જાશે. વિદ્યાર્થીઓને […]

Continue Reading

ગાંધી જયંતિએ સિંગલ યુઝ પ્લાસ્ટિકને જીવનમાંથી દૂર કરવાના મેસેજ સાથે વિશાળ રેલી નીકળી

ગજરાજ સાથે યોજાયેલી રેલી કમાટીબાગથી નીકળી હતી 150મી મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુનેસ્કો દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકને જિંદગીમાંથી દૂર કરવા અને તેના વિકલ્પરૂપે કાગળનો ઉપયોગ કરવાના સંદેશા સાથે વડોદરા શહેરના માર્ગો ઉપર વિશાળ રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં કોલેજના 500 જેટલા […]

Continue Reading

વડોદરાનું દંપતી આવકની 30 ટકા રકમ ચકલીઓના રક્ષણ માટે વાપરે છે, રવિવારે ચકલી બચાવો અભિયાન ચલાવે છે.

જીતુ પંડ્યા, વડોદરાઃ ધીમે ધીમે ચકલીઓ લુપ્ત થઇ રહી છે, ત્યારે વડોદરા શહેરનું દંપતી ચકલીઓના રક્ષણ અને તેની સંખ્યા વધારવા માટે કામ કરે છે. આ દંપતી પોતાની આવકનો 30 ટકા હિસ્સો ચકલીઓ પાછળ વાપરે છે.રવિવારે હરવા ફરવા ન જતા ચકલીઓની શોધમાં નીકળી પડે છેકોંક્રિટના જંગલોમાં ચકલીઓનું પ્રમાણ ક્રમશઃ ઘટી રહ્યું છે. પરંતુ હજુ વડોદરા શહેરના જૂના […]

Continue Reading