છાયાપુરી રેલવે સ્ટેશનનું 14મીએ લોકાર્પણ કરાશે, કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી સુરેશ અંગાડી કરશે ઉદ્ઘાટન

General

શહેરના પ્રથમ સેટેલાઇટ રેલવે સ્ટેશન તરીકે નવનિર્મિત છાયાપુરી સ્ટેશનનું 14મીને શુક્રવારે રેલરાજ્ય મંત્રી દ્વારા લોકાર્પણ થશે. રેલવેમંત્રી પીયુષ ગોયલ અત્રે આવે તે અંગે મંજુરીની રાહ જોવાઇ રહી છે. રવિવારે સવારે સાસંદ રંજનબેન ભટ્ટ્ દ્વારા છાયાપુરી સ્ટેશનની મુલાકાત લઇ તૈયારી અંગે સુચનો કર્યા હતા. બુલેટટ્રેન પ્રોજેક્ટ માટે સૌથી અગત્યનું પગલું મનાતું અને શહેરના વિકાસને નવો આયામ આપનાર છાયાપુરી રેલવે સ્ટેશન તૈયાર છે. આગામી 17મીથી 13 જોડી ટ્રેન વડોદરા રેલવે સ્ટેશનને બદલે છાયાપુરીથી જશે. રૂ. 42 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ સ્ટેશનના લોકાર્પણ માટે હવે આખરી ઓપ અપાઇ રહ્યો છે.

કેન્દ્રીય મંત્રી કરશે ઉદ્ધાટન
સેવાસદન દ્વારા ટોલનાકુ અને દબાણ દુર કરવા કમર કસી છે, રેલવે દ્વારા ટ્રેનના સ્ટોપેજ અને અન્ય ઓપરશન અંગે ફાઇનલ ટચ અપાઇ રહ્યો છે એન્ટ્રી ગેટ પાસે પેવર બ્લોકનુ કામ ચાલી રહ્યુ છે. રવિવારે રેલવેના અધિકારીઓ સાતે સાંસદ દ્વારા તૈયારી માટેની સમીક્ષા કરાઇ હતી અને જરૂરી સુચના અપાઇ છે. કેન્દ્રીય રેલરાજ્યમંત્રી સુરેશ અંગાડી દ્વારા લોકાર્પણ થશે. સાથે રેલવે મંત્રી પીયુષ ગોયલ માટે પણ પ્રયાસો ચાલુ છે. આગામી 17મીથી અમદાવાદ થઇ દિલ્હી તરફ જતી 13 જોડી ટ્રેન છાયાપુરી થી કાર્યરત થતા સમય બચશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *