સાયન્સ ફેકલ્ટીના ગેટ પાસે જ શરાબની મહેફિલ, યુવતી સહિત 3 સામે ફરિયાદ

Crime Education
  • ભરબપોરે મંડાયેલી મહેફિલમાં વિજિલન્સની એન્ટ્રી પડતા નાસભાગ મચી
  • એક વિઘાર્થી ઝડપાતાં પોલીસના હવાલે કરાયો
  • વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો

મ.સ. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના ગીરડા ગેટ પાસે જાહેરમાં દારૂની મહેફીલ માણતા વિદ્યાર્થીઓ પર વિજિલન્સ ત્રાટકતા દોડધામ મચી જવા પામી હતી. 10થી વધારે વિદ્યાર્થીઓ મહેફીલ માણતા હતા જેમાં વિદ્યાર્થીનીઓ પણ સામેલ હતી. એક વિદ્યાર્થી ઝડપાઇ ગયો હતો. વિદ્યાધામમાં ભર બપોરે દારૂની મહેફીલ માણવાની કલંકીત ઘટના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. બે વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીનીની પાસેથી બે દારુની બોટલ મળતાં સયાજીગંજ પોલીસે પ્રોહિબીશનનો ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.

વિજિલન્સને જોઈને નાસભાગ થઈ
એમ.એસ.યુનિવર્સિટીમાં સાયન્સ ફેકલ્ટીના માઇક્રોબાયલોજી વિભાગ પાસે ગીરડાના ગેટ પાસે ભૂખી કાંસ નજીક દારૂની મહેફીલ માણતા વિદ્યાર્થીઓ ઝડપાતા ચકચાર મચી જવા પામી હતી. યુનિવર્સિટીમાં ખુલ્લે આમ દારૂની મહેફીલમાં વિદ્યાર્થીઓની સાથે વિદ્યાર્થીનીઓ પણ સામેલ હોવાથી ચકચાર મચી જવા પામી હતી. બપોરે 3.30 વાગ્યે સાયન્સના ગીરડા પાસેના ગેટ નજીક દારૂની મહેફીલ માણતા વિદ્યાર્થીઓ પર વિજિલન્સ ત્રાટકી હતી. જોકે વિજિલન્સને જોઇને વિદ્યાર્થીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. એક વિદ્યાર્થી ઝડપાઇ જતા તેને સયાજીગંજ પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. જાહેર અવર જવરની જગ્યા પર દારૂની મહેફીલ વિદ્યાર્થીઓ સામેલ હોવાના પગલે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.

વિદ્યાર્થિનીઓ પણ મેહફિલમાં સામેલ
વિદ્યાધામને કલંકતી કરતી દારૂની મહેફીલ પ્રકરણમાં વિદ્યાર્થીનીઓ પણ સામેલ હતી. માત્ર વિદ્યાર્થીઓ જ નહિ પંરતુ તેમની સાથે જાહેરમાં દારૂની પાર્ટી માણવા માટે વિદ્યાર્થીની હોવાથી ચકચાર મચી જવા પામી હતી. યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ જાહેરમાં દારૂ પીતા હોવાની ઘટનાના ઘેરા પ્રાત્યાઘાત પડયા છે.

વિદ્યાર્થીઓ બેગ મૂકીને ભૂખી કાંસના રસ્તે ભાગ્યા
વિદ્યાર્થીઓ તેમની બેગ મૂકીને ભાગી ગયા હતા. ઘણાં વિદ્યાર્થીઓ ભૂખી કાંસના રસ્તે પલાયન થઇ ગયા હતા. વીજીલન્સે દારૂની મહેફીલમાં રંગમાં ભંગ પાડતા ભાગદોડ મચી જવા પામી હતી. યુનિ.માં વચ્ચેથી પસાર થતી ભૂખી કાંસના ઝાડી ઝાંખરામાંથી વિદ્યાર્થીઓ ફરાર થઇ ગયા હતા. સયાજીગંજ પોલીસે દારુની બોટલ સાથે ઝડપાયેલા બે વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીનીની પુછપરછ કરતાં ખુલાસો થયો હતો કે તેમના મિત્રનો બર્થ ડે હોવાથી બર્થડેની પાર્ટીનું આયોજન કર્યું હતું અને પાર્ટી માટે તેઓ દારુની બોટલ લાવ્યા હતા, જેથી પોલીસે તેમની સામે પ્રોહિબીશનનો ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *