કોરોનાના વધુ 19 કેસ સાથે કુલ કેસ 304 થયા, વધુ એક મોત સાથે મૃત્યુઆંક 20 ઉપર પહોંચ્યો

COVID-19

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડા પ્રમાણે વડોદરામાં કોરોના વાઈરસના વધુ 19 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં વડોદરા શહેરમાં કોરોના વાઈરસના 304 પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરામાં કોરોના વાઈરસથી વધુ એક વ્યક્તિનું મોત થયું છે અને કોરોના વાઈરસથી મૃત્યુઆંક વધીને 20 ઉપર પહોંચ્યો છે. 

169 ટેસ્ટમાંથી 19 રિપોર્ટ પોઝિટિવ આવ્યા
વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા શેખ ફરીદ મહોલ્લામાં રહેતા 45 વર્ષના સરવરભાઇ રઝા મન્સુરીનું કોરોના વાઈરસથી ગોત્રી હોસ્પિટલમાં મોત થયું છે. જ્યારે બુધવારે સાંજથી લઇને આજે સવારે 10 વાગ્યા સુધી લેવાયેલા 169 ટેસ્ટમાંથી 19 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 150 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. વડોદરા શહેરમાં અત્યાર સુધી 99 લોકો સાજા થઇને ઘરે જઇ ચુક્યા છે.

નાગરવાડા, રાવપુરા સહિતના વિસ્તારોમાં કેસો નોંધાયા
વડોદરા શહેરમાં આજે આવેલો 19 પોઝિટિવ કેસમાં નાગરવાડા, રાવપુરા, યાકુતપુરા, હરણી-વારરિયા રિંગ રોડ, પાણીગેટ, વાઘોડિયા રોડ, ન્યાયમંદિર અને મોગલવાડા વિસ્તારના કેસો નોંધાયા છે.

Source : divyabhaskar.co.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *