કોરોનાથી વધુ 2 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 27 થયો, વધુ 5 પોઝિટિવ સાથે કુલ પોઝિટિવ 391 થયા, પાણીગેટ અને વાડી વિસ્તાર સીલ કરાયા

COVID-19

વડોદરા શહેરમાં આજે કોરોના વાઈરસના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા શહેર અને જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાઈરસ પોઝિટિવ કેસની સંખ્યા 391 ઉપર પહોંચી છે. આ ઉપરાંત સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કોરોના વાઈરસથી આજે 2 લોકોના મોત થયા છે. કુરેશી મહોલ્લામાં એકનું મોત થતાં પતરાની આડ મારીને વિસ્તારને સીલ કરવામાં આવ્યો છે. વડોદરા શહેર અને જિલ્લામાં મૃત્યુઆંક 27 ઉપર પહોંચ્યો છે અને 146 લોકો કોરોના મુક્ત થઇને ઘરે પહોંચ્યા છે.

આજે કોરોના વાઈરસથી 2 મૃત્યુ પામેલા 2 દર્દીના નામ 
કાંતિભાઇ રણછોડભાઇ પટેલ(ઉ.65), રહે, દયાલ ભાઉનો ખાંચો, રાજમહેલ રોડ
શરફરાઝ ફકીરમોહમ્મદ કુરેશી (ઉ.38) કુરેશી મહોલ્લો
નાગરવાડામાં સૌથી વધુ 180 પોઝિટિવ કેસ નોંધાયા
વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં અત્યાર સુધી કોરોના વાઈરસના 180 પોઝિટિવ કેસો નોંધાયા છે. વડોદરાના પાણીગેટ વિસ્તારમાં અત્યાર સુધી કુલ 41 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કોરોના વાઈરસનો હોટસ્પોટ વિસ્તાર બન્યો છે. જેને પગલે આજે પાણીગેટ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પાણીગેટ, વાડી અને સિટી પોલીસ સ્ટેશનમાં આવતા વિસ્તારમાંથી વધારે કેસ આવતા આ વિસ્તારોને સીલ કરાયા છે.

ગોધરામાં આજે વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા
પંચમહાલ જિલ્લામાં કોરોના વાઈરસનો કહેર છેલ્લા કેટલાક દિવસથી વધી રહ્યો છે. જેને પગલે પંચમહાલ જિલ્લાને રેડ ઝોન જાહેર કરાયેલો છે. ગોધરામાં આજે કોરોના વાઈરસના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 48 પોઝિટિવ કેસો થયા છે.

Source : https://www.divyabhaskar.co.in/local/gujarat/vadodara/news/corona-vadodara-live-panigate-area-becomes-hotspot-with-41-positive-cases-in-vadodara-127270548.html

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *