પોઝિટિવ કેસનો કુલ આંક 5686 ઉપર પહોંચ્યો, 222 દર્દીની હાલત ગંભીર, 4479 દર્દી રિકવર થયા

COVID-19

ધન્વંતરી રથની 34 ટીમોએ અત્યાર સુધીમાં 1.95 લાખ લોકોનું ચેકઅપ કર્યું

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 5686 ઉપર પહોંચી ગયો છે અને સત્તાવાર મૃત્યુઆંક 111 થયો છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 4479 દર્દી રિકવર થયા છે. હાલ 1196 એક્ટિવ કેસ છે, જે પૈકી 161 દર્દી ઓક્સિજન ઉપર અને 61 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 974 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરાના આ વિસ્તારોમાં સોમવારે નવા કેસ નોંધાયા
સિટીઃ ગોત્રી, નવાયાર્ડ, વારસીયા, અકોટા, છાણી, વાસણા-ભાયલી રોડ, ગોરવા, માંજલપુર, આજવા રોડ, તાંદલજા, કારેલીબાગ, ફતેગંજ, પ્રતાપનગર, મુજમહુડા, વાડી, અલકાપુરી, તરસાલી, મકરપુરા, સયાજીગંજ, દિવાળીપુરા, ઇલોરાપાર્ક
ગ્રામ્યઃ કરજણ, ડભાસા, પાદરા, કોયલી, ઉંડેરા, ભાયલી, વાઘોડિયા, ડભોઇ, ચાણોદ

વડોદરા શહેરના ઉત્તર વિસ્તારમાં સૌથી વધુ 1528 કેસ
વડોદરા શહેરમાં અત્યાર સુધી 5686 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 1014, પશ્ચિમ ઝોનમાં 841, ઉત્તર ઝોનમાં 1528, દક્ષિણ ઝોનમાં 1132, વડોદરા ગ્રામ્યમાં 1140 અને 31 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

ધન્વંતરી રથની કામગીરી
વડોદરા શહેરમાં ધન્વંતરી રથની 34 ટીમો કાર્યરત છે. જેમાં અત્યાર સુધીમાં 1.95 લાખ દર્દીઓ તપાસવામાં આવ્યા છે. જેમાંથી 1177 દર્દીને તાવ હોવાનું જાણવા મળ્યું છે. 5110 દર્દીને શરદી અને ખાંસી જોવા મળી હતી. અત્યાર સુધીમાં 233 લોકોને હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.

Source : www.divyabhaskar.co.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *