રાવપુરા, નવાપુરા, ગોત્રી અને જે.પી. પોલીસ સ્ટેશનમાં પકડાયેલા 28.73 લાખના દારૂનો નાશ કરાયો

General

ચિખોદરા ગામની સીમમાં દારૂનો નાશ કરવામાં આવ્યો 

વડોદરા: વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા છેલ્લા 4 વર્ષમાં ઝડપી પાડેલા રૂપિયા 28.73 લાખની કિંમતના વિદેશી દારૂનો જથ્થાના ચિખોદરા ગામની સીમમાં નાશ કરવામાં આવ્યો હતો.

વડોદરા શહેર પોલીસ તંત્રના ઝોન-2ના રાવપુરા, નવાપુરા, ગોત્રી અને જે.પી. પોલીસ મથક દ્વારા છેલ્લા ચાર વર્ષમાં રૂપિયા 28.73 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. વર્ષ-2016થી 2019 દરમિયાન ઝડપી પાડવામાં આવેલો દારૂનો તરસાલી નજીક આવેલા ચિખોદરા ગામની સીમમાં નાશ કરવામાં આવ્યો હતો.

આ કામગીરી દરમિયાન નશાબંધી વિભાગના એસ.પી. જે.કે. જાગીઆ, એસ.ડી.એમ. મનિષા બ્રહ્મભટ્ટ, ઝોન-2ના ડી.સી.પી. સંદિપ ચૌધરી હાજર રહ્યા હતા. અને તેઓની હાજરીમાં વિદેશી દારૂની હજારો નંગ બોટલો ઉપર બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં અન્ય પોલીસ મથકો દ્વારા પકડવામાં આવેલા દારૂનો નાશ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *