અંકલેશ્વર પાસે ગુડ્સના 3 ડબ્બા ખડી પડતાં ડઝન ટ્રેન અટવાઇ

General

મુંબઇ તરફથી આવતી ટ્રેનોને અંકલેશ્વર પાસે રોકવી પડીસવા બે કલાકની મથામણ બાદ ટ્રેન વ્યવહાર પૂર્વવત થયો

વડોદરા ડિવિઝનના અંકલેશ્વર પાસે આવેલા ગડખોલ ગામે ડાઉન લાઇન પર મંગળવારે સાંજે 6:45 વાગે ખાલી ગુડ્સ ટ્રેનના 3 રેક ડીરેલમેન્ટ થતાં મુંબઇ થી આવતી એક ડઝન ટ્રેનને અંકલેશ્વર પહેલા રોકવાની ફરજ પડી હતી. ઘટનાના સવા બે કલાક બાદ આખરે ટ્ેન વ્યવહાર પૂર્વવત કરી શકાયો હતો. રેલવે બોર્ડના ચેરમેન વિનોદ કુમાર યાદવ દ્વારા વડોદરા -સુરત રૂટ પર મંગળવારે સવારે વિન્ડો ટ્રોલિંગ ઇન્સપેક્ષન કરાયું હતું. આ જ રૂટ પર માત્ર 12 કલાકમાં દુર્ઘટના થતાં રેલવે તંત્રમાં હડકંપ મચ્યો હતો. લૂપલાઇન પર આવી રહેલી ગુડ્સ ટ્રેનના 3 વેગન ટ્રેક પરથી ઉતરી પડ્યા હતા.

રેસ્ક્યૂ વાન સમયસર ના પહોંચતા સમય બગડ્યો
વસઇથી આગળ આવેલા તનોજાથી ઘઉં અને સિમેન્ટની બોરી ભરવાના 50 વેગનનો ખાલી રેક દિલ્હી જઇ રહ્યો હતો. દરમિયાન અંકલેશ્વર પાસે એન્જિનથી 25મો રેક ડીરેલમેન્ટ થતાં દુર્ઘટના સર્જાઇ હતી. સાંજના સમયે થયેલી આ ઘટનાને પગલે મુંબઇ થી આવતી અને અપડાઉન કરતા મુસાફરોને ઉપયોગી એવી તમામ ટ્રેન અંકલેશ્વર પહેલા અટકાવવાની ફરજ પડી હતી. હજારો મુસાફરો કલાકો સુધી અટવાવુ પડ્યુ હતું. બનાવને પગલે રેલવેના ઉચ્ચ અધિકારી અને એન્જિનિયરીંગ વિભાગ દોડી ગયો હતો. અંકલેશ્વર પાસે બનેલી દુર્ઘટના બાદ વડોદરાથી એક્સિડન્ટ રેસ્કયુ વાન રવાના કરાઇ હતી. જે રાત્રે 8:30 સુધી પહોંચી નહોતી. જેથી ટ્રેક પૂર્વવત કરવામાં સમય બગડ્યો હતો.

કઇ ટ્રેન મોડી પડી
1. બાન્દ્રા બિકાનેર
2. ભૂજ એક્સપ્રેસ
3. રાણકપુર એકસપ્રેસ
4. રાજધાની
5. નિઝામુદ્દીન ગરીબરથ
6. બાન્દ્રા-જયપુર
7. અગસ્ત ક્રાંતિ
8. અમદાવાદ પેસેન્જર
9. જામનગર એકસપ્રેસ
10. ભીલાડ એકસપ્રેસ
11. મેમુ સુરત થી ઉપડતી
12. મેમુ સુરતથી ઉપડતી

કપલિંગ નીકળી જતાં ડિરેલમેન્ટ થયુ
ખાલી રેકની કપલિંગ નીકળી જતાં ત્રણ રેક ટ્રેક પરથી ઉથલી પડ્યા હતા. અપલાઇન ચાલુ છે. ડાઉનલાઇન પર એક કલાક બાદ વાસ્તવિક પરિસ્થિતિ ખબર પડશે. ડેરલમેન્ટથી ડઝન ટ્રેનને અસર થશે. – ખેમરાજ મીણા, પીઆરઓ વડોદરા

તેજસ ટ્રેનનાં મુસાફરોને વળતર ચૂકવવું પડશે
અમદાવાદ -મુંબઇ વચ્ચે દોડતી ખાનગી તેજસ ટ્રેન મંગળવારે ગુડ્સ ટ્રેનના ડિરેલમેન્ટને પગલે અટવાઇ હતી. સુરતથી સમયસર નીકળેલી ટ્રેનને કિમ ખાતે રોકવામાં આવી હતી. સાંજે 6:35 ના નિયત સમયે સુરત છોડ્યા બાદ આ ટ્રેન કિમ પાસે અંદાજે એક કલાક ઉપરાંત સમય રોકવી પડી હતી. જેથી વડોદરા અને અમદાવાદના મુસાફરોને રૂા. 100 વળતર ચુકવવુ પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *