ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં 23 હજાર ક્યૂસેક પાણીની આવક, સપાટી વધીને 121.08 મીટરે પહોંચી

Monsoon
  • સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં 38 સે.મી.નો વધારો નોંધાયો
  • નર્મદા ડેમની સર્વોચ્ચ સપાટી 138.68 મીટર છે, તેનાથી હજી 17.6 મીટર દૂર છે
  • નર્મદા જિલ્લામાં ભારે વરસાદને પગલે તમામ નદી-નાળાઓ છલકાયા

કેવડિયા. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં 38 સે.મી.નો વધારો થયો છે. નર્મદા ડેમની જળસપાટી 121.08 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાંથી પાણીની 23,108 ક્યૂસેક પાણીની આવકને પગલે ડેમની સપાટીમાં હાલ નજીવો વઘારો થયો છે.

ડેમમાં 1413.66 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો ઉપબલ્ધ
નર્મદા ડેમ ખાતે હજી પણ 1200 મેગાવોટના રિવર બેડ પાવર હાઉસના તમામ યુનિટ બંધ છે. હાલ નર્મદા ડેમમાં 1413.66 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો ઉપબલ્ધ છે. આ વર્ષે ઇન્દિરાસાગર અને ઓમકારેશ્વર ડેમ હજી ભરાયા નથી. આ બંને ડેમ ભરાયા બાદ જ નર્મદા ડેમમાં પાણી છોડવામાં આવશે. જોકે હાલ નર્મદા ડેમમાં નદી-નાળાઓની પાણીની આવક થતાં ડેમની સપાટી વધી છે.

ભારે વરસાદને પગલે નર્મદા જિલ્લાના નદી નાળા છલકાયા
નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે અનેક ધોધ અને નદી-નાળાઓ છલકાયા છે અને નાંદોદ તાલુકાના જૂના ઘાંટા ગામ ખાતે આવેલા ટકારા ધોધમાં ભરપૂર પાણી આવ્યું છે. જેને પગલે ધોધના આહલાદક દ્રશ્યો સર્જાયા છે.

ગરૂડેશ્વર59 મિ.મી.
ડેડીયાપાડા41 મિ.મી.
તિલકવાડા72 મિ.મી.
નાંદોદ44 મિ.મી.
સાગબારા07 મિ.મી.

(અહેવાલ અને તસવીરોઃ પ્રવિણ પટવારી, રાજપીપળા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *