કોરોના વાઈરસની મહામારીમાં ક્વોરન્ટીન લોકોનો સ્ટ્રેસ દૂર કરવા હેલ્પલાઇન શરૂ, 95 લોકોનું કાઉન્સેલિંગ કરાયું

COVID-19
  • વડોદરા જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ કુબેર ભવન ખાતે સેન્ટર શરૂ કરાયું
  • સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી નિષ્ણાત સાયકોલોજિસ્ટ ડોક્ટર્સ માર્ગદર્શન પૂરૂ પાડશે

કોરોના વાઈરસની મહામારી વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ કોરોના કારણે સ્ટ્રેસ અને અસુરક્ષિતતા અનુભવતા ઘરમાં અને સંસ્થાકીય વ્યવસ્થા હેઠળ ક્વોરન્ટીન રાખવામાં આવેલા નાગરિકોને મદદરૂપ થવા માટે કુબેર ભવનના આઠમા માળે હેલ્પલાઇન સેન્ટર શરૂ કરવામાં આવી છે. જેનો ટેલિફોન નંબર 0265-2421001 છે. સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા દરમિયાન નિષ્ણાંત સાયકોલોજિસ્ટ ડોક્ટર્સ દ્વારા માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવશે.
લોકોમાં ખોટો ભય ન ફેલાય તે માટે સેન્ટર શરૂ કરાયું 
વરિષ્ઠ ભૂસ્તરશાસ્ત્રી નીરજ બારોટે જણાવ્યું હતું કે, કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે ક્વોરન્ટીન હેઠળના લોકોને કોરોના અંગે સચોટ માહિતી અને માર્ગદર્શન મળી રહે તથા લોકોમાં ખોટો ભય ન ફેલાય તે માટે આ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.
36 ઇન્ડોર ક્વોરન્ટીન, 40 હોમ ક્વોરન્ટીનને સહિત 95 લોકોને માર્ગદર્શન અપાયું 
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રથમ દિવસે આ હેલ્પલાઇન સેન્ટરના ડોક્ટર્સ અને સાયકોલોજિસ્ટ દ્વારા 36 ઇન્ડોર ક્વોરન્ટીન, 19 ઘર બંધીમાંથી મુક્ત કરાયેલા લોકો અને 40 જેટલા હોમ ક્વોરન્ટીન સહિત 95 લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સેન્ટરમાં 9 ખાનગી અને સરકારી ડોક્ટર્સ પોતાની સેવાઓ આપે છે
નિષ્ણાત ડોક્ટર્સ દ્વારા કોરોના શંકાસ્પદ લોકોની સમસ્યાઓ અંગે માર્ગદર્શન આપવા સાથે કોરોનાથી બિલકુલ ગભરાવાની કે ડરવાની  જરૂર નથી એટલું જ નહીં આ રોગ અંગે સામાજિક અંતર જાળવી સરકાર અને આરોગ્ય વિભાગની સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે. ડોક્ટરો દ્વારા ક્વોરન્ટીન વ્યક્તિઓને સામે ચાલીને ફોન દ્વારા તકેદારી અને સાવચેતીના લેવાના થતાં પગલાઓ અંગે જાણકારી આપવામાં આવી રહી છે. નીરજ બારોટે જણાવ્યું હતું કે, આ સેન્ટરમાં 9 જેટલા ખાનગી અને સરકારી ડોક્ટર્સ પોતાની સેવાઓ આપી રહ્યા છે.
તબીબો દ્વારા ટેલી મેડિસિન કે, ટેલી એડ્વાઈસ અને ટેલી કાઉન્સિલિંગ મળી રહેશે
રાજ્ય પ્રવર્તમાન કોરોના વાઈરસની વૈશ્વિક મહામારી સંદર્ભે ક્વોરન્ટીન વ્યક્તિઓને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે મુંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકારે 24 કલાક કાર્યરત હેલ્પલાઇન શરૂ કરી છે તેનો નંબર 1100 છે. જેમાં તબીબો દ્વારા ટેલી મેડિસિન કે, ટેલી એડ્વાઈસ અને ટેલી કાઉન્સિલિંગ મળી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *