કુબેર ભંડારી મંદિર 20થી 31 માર્ચ સુધી બંધ, ચૈત્રી નવરાત્રીમાં લાખો ભક્તો ઉમટી પડશે છતાં પાવાગઢ મંદિર ખુલ્લુ રહેશે

COVID-19
  • પાવાગઢમાં માતાજીના મંદિરમાં ભક્તોએ એક મીટરનો અંતરે ઉભા રહેવાની અપીલ
  • કુબેર ભંડારીની વેબસાઇટના માધ્યમથી લોકો લાઇવ દર્શન કરી શકશે

કોરોના વાઈરસના પગલે કરનાળી સ્થિત કુબેર ભંડારી મંદિર 20થી 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. જોકે ભક્તો વેબસાઇટના માધ્યમથી કુબેર ભંડારીના લાઇવ દર્શન કરી શકશે. બીજી તરફ કોરોનાના કહેર વચ્ચે ચૈત્રી નવરાત્રીમાં યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીનું મંદિર શ્રદ્ધાળુઓ માટે ખુલ્લુ રાખવાનો ટ્રસ્ટીઓએ નિર્ણય કર્યો છે. જોકે દર્શનાર્થીઓનું સ્ક્રિનિંગ કર્યાં બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.
કુબેર પરિસરમાં ચાલતુ અન્નક્ષેત્ર અને યાત્રિકો માટેની રૂમો બંધ
કુબેર ભંડારી મંદિરના પૂજારી રજનીભાઇ પંડ્યાએ જણાવ્યું હતું કે, વિશ્વભરમાં કોરોના વાઈરસની મહામારીથી હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. જેને પગલે ભક્તોની ચિંતા કરીને 20થી 31 માર્ચ સુધી કુબેર ભંડારી મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. જોકે અમારી વેબસાઇટ www.shreekuberbhandarikarnali.orgના માધ્યમથી ભક્તો કુબેર ભંડારીના લાઇવ દર્શન કરી શકશે. કુબેર પરિસરમાં ચાલતુ અન્નક્ષેત્ર અને યાત્રિકો માટેની રૂમો પણ બંધ કરી દેવામાં આવી છે. જેના માટે સહકાર આપવા માટે વિનંતી છે.
ચૈત્રી નવરાત્રીમાં પાવાગઢમાં લાખો લોકો ઉમટે છે
દેશમાં કોરોના વાઈરસની મહામારીને કારણે દેશના પ્રખ્યાત મંદિરે સાવચેતીના પગલા લઇને મંદિરો બંધ કર્યાં છે, પાવાગઢમાં 25 માર્ચથી શરૂ થતી ચૈત્રી નવરાત્રીમાં મહાકાળી માતાજીના દર્શન મંદિરમાં લાખો ભક્તો ઉમટી પડે છે, તેમ છતાં પાવાગઢ મંદિર ખુલ્લુ રાખવાનો ટ્રસ્ટે નિર્ણય લીધો છે. જોકે આ વખતે મંદિરના દર્શન કરવા આવતા દર્શાનાર્થીઓ લાઇનમાં 1 મીટરનું અંતર રાખીને ઉભા રહે તેની તકેદારી રખાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *