વડોદરામાં લોકાર્પણના ચાર દિવસ બાદ સુરસાગરના તાળાં ખોલાયાં

General
  • શિવરાત્રિની રાત પૂરતા તાળાં ખુલ્યાં હતાં
  • મંગળવારે ભાસ્કરના હસ્તક્ષેપ બાદ પાલિકા તંત્ર સફાળુ જાગ્યું

સુરસાગરના લોકાર્પણના ચાર દિવસ બાદ પણ તેની ફરતે કરાયેલા છ પ્રવેશદ્વારના તાળા ખોલવામાં આવ્યા નથી અને તેના કારણે સુરસાગરને અંદરની નિહાળવા તલપાપડ સહેલાણીઓને પરત ફરવું પડી રહ્યું હતું. લોકાર્પણના ચાર દિવસે ભાસ્કરના હસ્તક્ષેપ બાદ આખરે મંગળવારે રાત્રે પાલિકાએ તાળા ખોલી નાખ્યા હતા. 35 કરોડ રૂપિયાના ખર્ચે સુરસાગરની શિકલ બદલી નાંખવામાં આવી છે અને મહાશિવરાત્રિની સંધ્યાએ નવુ નજરાણુ શહેરને ભેટ ધરવામાં આવ્યું હતું. દોઢ કિલોમીટરનો ઘેરાવો ધરાવતા સુરસાગરમાં પહેલી વખત ઘાટ પર બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને એક સાથે 4500 લોકો બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે. શહેરીજનો ત્યાં વોક લઇ શકે તે માટે પેવર બ્લોક પણ નાંખવામાં આવ્યા છે.

પ્રવેશ માટે 6 ગેટ રાખ્યાં
વ્યૂઇંગ ગેલેરીથી ભગવાન શિવજીની વિશાળ કદની પ્રતિમા નિહાળવાનો અનેરો લ્હાવો સહેલાણીઓને મળી શકે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તા. 21મીએ સાંજે સુરસાગરનું લોકાપર્ણ કર્યુ હતું. ત્યારબાદ ફરી તાળા મારી સિકયુરીટી તૈનાત કરી દેવાઇ હતી. સુરસાગરમાં પ્રવેશ માટે પ્રથમ વખત છ ગેટ રાખવામાં આવ્યા છે. લોકાર્પણ બાદ તળાવના દરવાજાને ફરી તાળા મારી દેવાયા હતા.જે અંગે ભાસ્કરે એડી.સિટી એન્જિનિયર ધીરેન તળપદાને પૂછતા અજાણ હતા. જો કે ત્યાર બાદ હરકતમાં આવેલા તંત્રે મંગળવારે રાત્રે તાળાં ખોલતાં સહેલાણીઓ ઉમટી પડ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *