આજે વાદળછાયા માહોલ વચ્ચે ગરમી 38 ડિગ્રી રહેશે

General
  • પશ્ચિમમાંથી 11 કિમીની ઝડપે પવન ફૂંકાયા
  • 25 જૂન પછી ચોમાસું આવે તેવી સંભાવના

 શહેરમાં શનિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો પારો 38 ડિગ્રી સુધી રહેવાની સંભાવના હવામાન વિભાગે કરી છે. બીજી તરફ પશ્ચિમની દિશાથી 10 થી 14 કિમીના પવનો પણ ફૂંકાઈ શકે છે. આ ઉપરાંત શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડવાની પણ સંભાવના રહેલી હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.

25 જૂન પછી ચોમાસું આવે તેવી સંભાવના
શુક્રવારના રોજ શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ રહેતા ભેજના કારણે ગરમીનું પ્રમાણ વધ્યું હતું. જ્યારે સંપૂર્ણ દિવસ દરમિયાન તાપમાનનો પારો 37.8 ડિગ્રી રહ્યો હતો. પશ્ચિમની દિશાથી 11 કિમીની ઝડપે પવન ફૂંકાયા હતા. હવામાન શાસ્ત્રી અંકિત પટેલના જણાવ્યા અનુસાર, હાલમાં ચોમાસું મુંબઈમાં પ્રવેશી ચુક્યું છે. જ્યારે વલસાડમાં પણ શુક્રવારના રોજ વરસાદ વરસ્યો છે. ત્યારે વડોદરા શહેરમાં વરસાદની એન્ટ્રી 25 જૂન પછી થાય તેવી પૂરેપૂરી સંભાવના છે. બીજી તરફ જ્યોતિષશાસ્ત્ર મુજબ 22 જૂન થી વર્ષાઋતુનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે જૂનના છેલ્લા અઠવાડિયામાં શહેરમાં વરસાદ શરૂ થવાની સંભાવના રહેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *