એમ.એસ.યુનિવર્સિટીમાં દિવાળી : સિવિલ-કન્સ્ટ્રક્શન-ફેબ્રિકેશન વર્ક માટે રૃ.૩.૮૨ કરોડના ટેન્ડર બહાર પડ્યા

Diwali-2019 Education

આવી,સિન્ડિકેટ સભ્યોના માનીતાઓ ગેલમા, જર્નાલિઝમ, પરર્ફોમિંગ આર્ટસ ફેકલ્ટી અને હિન્દી ડિપાર્ટમેન્ટમાં એક્સ્ટેન્સ માટે રૃ.૨.૫૦ કરોડનું અને હોસ્ટેલ્સમાં સુધારા વધારા માટે રૃ.૮૦ લાખનું બજેટ

એમ.એસ.યુનિવર્સિટીએ આજે ફેકલ્ટીઓ અને હોસ્ટેલોમાં સુધારા-વધારા કરવા માટે રૃ.૩.૮૨ કરોડનું ઇ-ટેન્ડર બહાર પાડયુ હતું. આ ટેન્ડર જાહેર થતાં જ યુનિવર્સિટી ઓફિસમાં હવે કોન્ટ્રાક્ટરોની અવરજવર વધી જશે ખાસ કરીને સિન્ડિકેટ સભ્યોના માનીતા કોન્ટ્રાક્ટરો માટે દિવાળી આવી ગઇ છે તેવુ યુનિવર્સિટી કેમ્પસમાં ચર્ચાઇ રહ્યું છે.

યુનિવર્સિટીએ જર્નાલિઝમ ફેકલ્ટીના વર્ટિકલ એક્સ્ટેન્શન માટે રૃ.૧.૧૭ કરોડનું બજેટ ફાળવ્યું છે તો પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટી અને આર્ટસ ફેકલ્ટીમાં હિન્દી ડિપાર્ટમેન્ટના વર્ટિકલ એક્સ્ટેન્શન માટે બીજી રૃ.૮૦ લાખનો ખર્ચ કરશે. વિવિધ હોસ્ટેલ્સમાં ફ્લાય પ્રૂફ શટર, ફેબ્રિકેશન, મિસ્ત્રી કામ, પેનલ વગેરેના કામ માટે રૃ.૫૭ લાખ જ્યારે દાદર બનાવવા અને એક કેન્ટિન બનાવા માટે રૃ. ૨૬ લાખ મળીને હોસ્ટેલ્સમાં સુધારા વધારા માટે રૃ.૮૩ લાખનો ખર્ચ કરશે.

આ ઉપરાંત ટેકનોલોજી ફેકલ્ટીમાં બે અને ફેમિલી એન્ડ કોમ્યુનિકેશન ફેકલ્ટીમાં એક મળીને ત્રણ લીફ્ટ માટે રૃ.૩૮ લાખનું બજેટ ફાળવવામાં આવ્યુ છે. આમ વિવિધ કામગીરી માટે મળીને રૃ.૩.૮૨ લાખના ટેન્ડર બહાર પડયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *