હવે થૂંકનાર અને માસ્ક વિના રૂા.500 દંડ

COVID-19 General

શહેર વિસ્તારમાં જાહેરમાં થૂંકનારા અને પોતાનો ચહેરો માસ્ક કે અન્ય રીતે ન ઢાંકનારા પાસે રૂા. 500નો દંડ વસૂલાશે. આ ઉપરાંત શહેરી વિસ્તારના યોગ ઇન્સ્ટિટ્યૂટ અને જિમ 5 ઓગસ્ટથી નિર્ધારિત કાર્ય પદ્ધતિ-એસઓપી અનુસરીને ખોલી શકાશે. પોલીસ કમિશનરે 1 થી 31 ઓગસ્ટ સુધી અમલ જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. તેના પગલે રાત્રી કર્ફ્યુમાંથી મુક્તિ, દુકાનો રાત્રે 8 વાગ્યા અને હોટેલ-રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લાં રાખવા સહિતના નિયમ અમલી બનશે. સોશિયલ ડિસ્ટન્સના પાલન સહિતની નિયંત્રક બાબતો પાળવાની રહેશે. કોવિડ પોઝિટિવ કેસોવાળા વિસ્તારોમાં કન્ટેન્ટમેન્ટ અમલના નિયમો પાળવાના રહેશે.

Source : www.divyabhaskar.co.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *