પાવાગઢ રોડ પર ડમી ગ્રાહક મોકલીને પોલીસે કુટણખાનાનો પર્દાફાશ કર્યો, એક શખ્સ સાથે બે પરપ્રાંતિય યુવતીઓ ઝડપાઇ

Crime
  • નિર્મલે ડમી ગ્રાહક સાથે યુવતીનો 500 રૂપિયાનો સોદો કરતા જ પોલીસ પહોંચી ગઇ
  • હાલોલ-ગોધરા બાયપાસ રોડ ઉપર ગેસ્ટહાઉસમાં યુવતીઓને રાખવામાં આવતી હતી

હાલોલ પોલીસે ડમી ગ્રાહક મોકલીને પાવાગઢ રોડ પર આવેલા સિંધાવાવ તળાવ પાસેથી કુટણખાનુ ચલાવતા શખ્સ અને બે પરપ્રાંતિય યુવતીઓને ઝડપી પાડી છે અને પોલીસે કાર જપ્ત કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ડમી ગ્રાહક સાથે યુવતીનો 500 રૂપિયાનો સોદો કર્યો
હાલોલ પોલીસને બાતમી મળી હતી કે, જીઆસીડીસી કોલોનીમાં રહેતો નિર્મલકુમાર વિષ્ણુચંદ ગુપ્તા પરપ્રાંતમાંથી દેહવિક્રયના ધંધા માટે યુવતીઓને હાલોલમાં લાવે છે અને પોતાની કારમાં માલેતુજાર લોકોને સપ્લાય કરીને આર્થિક ફાયદો ખાટવા નેટવર્ક ચલાવે છે. પોલીસે આ બાતમીને આધારે ડમી ગ્રાહક બનાવીને મોકલ્યો હતો. અને નિર્મલે ગ્રાહક સાથે 500 રૂપિયામાં યુવતીનો સોદો નક્કી કર્યો હતો. અને ડમી ગ્રાહકે પોતાના ખિસ્સામાંથી રૂમાલ કાઢી નીચે ફેંકતા જ નજીકમાં ઉભેલી પોલીસ દોડી આવી હતી અને નિર્મલ સહિત બે યુવતીઓને ઝડપી પાડી હતી. પોલીસે નિર્મલ ગુપ્તા પાસેથી એક લાખની કિંમતની કાર, મોબાઇલ, રોકડા 1600 રૂપિયા સહિતનો મુદામાલ કબજે કરીને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જેને પગલે અનઅધિકૃત રીતે ગેસ્ટ હાઉસો ચલાવતા સંચાલકોમાં સોપો પડી ગયો છે.
નિર્મલ દિલ્હી, બેંગ્લોર સહિતના શહેરોમાંથી યુવતીઓ લાવતો હતો
હાલોલ જીઆઇડીસી કોલોનીમાં રહેતો નિર્મલકુમાર પંડિત દિલ્હી, બેંગ્લોર સહિતના શહેરોમાંથી જરૂરતમંદ યુવતીઓ પાસે દેહવિક્રયનો ધંધો કરાવવા હાલોલ-ગોધરા બાયપાસ રોડ પર આવેલા એક ગેસ્ટહાઉસમાં લાવી રાખતો હતો. નિર્મલે ગ્રાહકોનું વ્યવસ્થિત નેટવર્ક ઉભુ કર્યું હતું.
નિર્મલ ગ્રાહકોને મોબાઇલ પર ફોટો મોકલતો હતો
વિશ્વાસુ ગ્રાહક નિર્મલના વોટ્સઅપ પર હાઇ કરીને મેસેજ મોકલીને વસ્તુ છે તેવુ પૂછતા જ નિર્મલ સામે ગ્રાહકના વોટ્સઅપ પર યુવતીઓના ફોટા મોકલતો હતો. ત્યારબાદ ગ્રાહક યુવતી પસંદ કરીને તેની કિંમત નક્કી થયા બાદ નિર્મલ યુવતીને પોતાની કારમાં ગ્રાહકના એડ્રેસ પર મૂકી આવતો અને નક્કી સમયે પરત લઈ આવતો હતો.

(અહેવાલઃ મક્સુદ મલિક, હાલોલ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *