રાહુલ દેવ પાકિસ્તાન એરફોર્સમાં પ્રથમ હિન્દુ પાયલટ બન્યો; 12 લાખ સૈનિકમાં કટેલા હિન્દુ છે તે કોઈ જાણતુ નથી

General

2000 સુધી હિન્દુઓને પાકિસ્તાનની સેનામાં સામેલ થવા ઉપર પ્રતિબંધ હતો. એર કમાડર બલવંત કુમાર દાસ પાક એરફોર્સમાં પ્રથમ હિન્દુ ઓફિસર હતાઅશોક કુમાર પાક સેનામાં જવાન હતા, 2013માં એક ઓપરેશનમાં માર્યા ગયા, તેમને તમગાએ શુજાત અપાયો, પરંતુ નામની આગળ શહીદની જગ્યાએ મહરુમ લખાયું

લાહોર. પાકિસ્તાન એરફોર્સમાં પહેલીવાર એક હિન્દુ પાયલટ બન્યો છે. નામ છે રાહુલ દેવ અને તે સિંધના થરપરકરનો રહેવાસી છે. રાહુલ પાકિસ્તાન એરફોર્સમાં બીજો હિન્દુ હશે. આ પહેલા એર કમાન્ડર બલવંત કુમાર દાસ પાકિસ્તાની એરફોર્સમાં જોઈન થયા હતા. પરંતુ તે એર ડિફેન્સનો હિસ્સો હતા. તેમની જવાબદારી ગ્રાઉન્ડ ડ્યુટી સાથે જોડાયેલી હતી.

રાહુલ જીડી પાયલટ તરીકે જોડાયો છે. જનરલ ડ્યુટી (જીડી)ના જે પાયલટ હોય છે તે કોઈપણ એરક્રાફ્ટ ઉડાવી શકે છે, પછી તે ફાઈટર હોય કે ટ્રાન્સપોર્ટ. પાકિસ્તાન એરફોર્સમાં જીડી પાયલટ મહત્વનો હોય છે અને તેઓ શક્તિશાળી એરક્રાફ્ટ ઉડાવી શકે છે.

16 એપ્રિલે 143 જીડી પાયલટ, 89 એન્જિનિયરિંગ, 99 એર ડિફેન્સ અને બાકીની ફોર્સનો ગ્રેજ્યુએશન સમારોહ પાકિસ્તાન એરફોર્સ એકેડમી રિસાલપુરમાં યોજાયો હતો. અહીં વાયુસેના પ્રમુખ એરચીફ માર્શલ મુજાહિદ અનવર ખાન ચીફ ગેસ્ટ હતા.

રાહુલ સાથે જોડાયેલા આ સમાચાર સૌથી પહેલા પ્રિન્સિપલ સ્ટાફ ઓફિસર રફીક અહેમદ ખોખરે ટ્વિટ કર્યા હતા.

પાકિસ્તાનની સેનામાં લઘુમતીઓની સ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જ્યારે કમાંડર બલવંત કુમાર દાસ વિશે માહિતી મેળવવાની કોશિશ કરી તો બસ એટલું જ જાણવા મળ્યું કે તે ગ્રાઉન્ડ ડ્યુટી ઓફિસર હતા અને તેઓએ યુદ્ધમાં ભાગ લીધી હતો. તેનાથી વધુ કંઈ ન મળ્યું.

પાકિસ્તાનમાં લઘુમતીઓની સ્થિતિ કોઈ રહસ્ય નથી. વારંવાર એ આરોપ લાગે છે કે પાકિસ્તાન હિન્દુોને એ જીવન નથી આપતા જે ઈસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાનમાં મળેલા સંવિધાન અંતર્ગત તેમનો હક છે.  હાલમાં જ યુનાઈટેડ સ્ટેસ્ટ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલીજિયસ ફ્રીડમે કહ્યું હતું કે પાકિસ્તાનના હિન્દુ અને સિખ માટે દેશ પહેલા આવે છે. 

હાલના દિવસોમાં પાકિસ્તાન સેનામાં ભરતી થનાર સિખ અને હિન્દુઓની સંખ્યા વધી ગઈ છે. જ્યારે પાકિસ્તાન બન્યુ ત્યારથી લઈ દશકો સુધી સેનામાં માત્ર મુસલમાનોનો એકાધિકાર રહ્યો છે. 

2000 સુધી હિન્દુઓને સેનામાં સામેલ થવા ઉપર પ્રતિબંધ હતો. જનરલ પરવેઝ મુશર્રફના મિલિસ્ટ્રી સાશનમાં તેઓ પહેલીવાર સેનામાં સામેલ થઈ શક્યા. 2006માં કેપ્ટન દાનિશ પાકિસ્તાનની સેનામાં પહેલા હિન્દુ ઓફિસર બન્યા હતા.

બ્રિગેડિયર એજાજ સાથે કામ કરનાર ઈન્ટીરિયર મિનસ્ટ્રીના એક ઓફિસર મુજબ રાહુલ દેવનો પરિચય એટલા માટે ખાસ છે કારણે કે તે સિંધના થરપરકર જેવા નબળા વિસ્તારમાંથી આવે છે.

સિંધના અંતરીયાળ વિસ્તારમાં હિન્દુઓની વસ્તી સારી છે. આ વિસ્તારોમાં જરૂરી સુવિધાનો અભાવ છે. હાલના અમુક વર્ષોમાં જ અહીં ભૂખમરા અને કુપોષણથી મોતના સમાચાર આવ્યા હતા, જેમા બાળકો પણ સામેલ હતા. મહેશ મલાની આ થરપરકર વિસ્તારમાં નેશનલ એસેમ્બલીમાં સીટ જીતનાર પ્રથમ હિન્દુ છે.

અધિકારીઓ મુજબ પાકિસ્તાન લઘુમતીઓ માટે સૌથી ખરાબ દેશ છે. અહીં બળજબરીથી ધર્મ પરિવર્તન સામાન્ય વસ્તુ છે. ઈશનિંદા અને ધર્મના નામ ઉપર અહીં હત્યાઓ પણ થાય છે. અહીં કાયદાના નામે સમાજના લોકો સાથે છેતરપીંડી કરાય છે. જો કે સ્થિતિ હવે બદલાઈ રહી છે. 

ઈંટીરિયર મિનિસ્ટ્રીના અધિકારીઓ એ સવાલનો જવાબ ન આપી શક્યા કે હિન્દુ અને સિખ ઓફિસરના કમિશનની શરૂઆત કરવામાં કેટલો સમય લાગશે.

સીનિયર જર્નલિસ્ટ નસીમ ઝેહરાનું ટ્વિટ વાંચો

ટ્વિટર ઉપર રાહુલ દેવ માટે સરહદની બન્ને બાજુએથી અભિનંદનનો વરસાદ થયો છે. તો બીજીતરફ શહીદ હિન્દુ સૈનિકનો પરીવાર આ બાબતમાં વાત કરવા માટે રાજી થયો છે. 27 વર્ષના લાલચંદ રબારી ખૂબ ભાવુક વ્યક્તિ હતી અને તેનું સપનુ દેશની રક્ષા કરવાનું હતું. 1017માં મંગલા ફ્રંટ ઉપર લડતી વેળાએ તેમનું મોત થયું હતું.

Source : Divya Bhaskar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *