યોગી સરકારે હાથરસ કેસમાં CBI તપાસનો આદેશ આપ્યો; પીડિત પરીવાર સાથે રાહુલ-પ્રિયંકાએ બંધ રૂમમાં 50 મિનિટ વાતચીત કરી

Crime General

હાથરસ ગેંગરેપ કેસમાં હોબાળા વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી હાથરસ પહોંચ્યા હતા. તેઓએ બંધ રૂમમાં પીડિત પરીવાર સાથે લગભગ 50 મિનિટ સુધી વાતચીત કરી હતી. આ મુલાકાત પછી રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમે આ પરીવાર સાથે છીએ. ઉત્તર પ્રદેશ સરકાર આ પરીવારને સુરક્ષા આપવામાં નિષ્ફળ ગઈ છે. આ સરકારની જવાબદારી હતી. પ્રિયંકાએ કહ્યું હતું કે જ્યાં સુધી પરીવારને ન્યાય નહીં મળે, ત્યાં સુધી અમને ન તો તેઓ (ઉત્તર પ્રદેશ સરકાર) રોકી શકશે અને ન તો અમે બેઠાં રહીશું. બીજી તરફ યોગી સરકારે આ કેસમાં CBI તપાસના આદેશ આપ્યા છે.

રાહુલ-પ્રિયંકાને દિલ્હી-નોઈડા હાઈવે ઉપર અટકાવ્યા હતા
આ પહેલાં ગુરુવારે રાહુલ અને પ્રિયંકાને હાથરસ જતી વખતે ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વે પર રોકવામાં આવ્યાં હતાં. બંનેની યુપી પોલીસે ધરપકડ કરી લીધી હતી. પોલીસે તેમને કહ્યું હતું કે તમે કલમ 188નો ભંગ કર્યો છે.

પોલીસે રાહુલ ગાંધીનો કોલર પકડ્યો હતો અને ધક્કામુક્કીમાં તેઓ નીચે પણ પડી ગયા હતા. એ સમયે રાહુલના હાથમાં થોડી ઈજા પણ થઈ હતી. રાહુલ અને પ્રિયંકાની 4 કલાક અટકાયત કર્યા પછી તેમને છોડી મૂકવામાં આવ્યાં હતાં. બંને હાથરસના બુલીગઢ ગામ જઈને ગેંગરેપ પીડિત પરિવારને મળવા માગતાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *