બ્રોડવે બિલ્ડર ગૃપને ત્યાં આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન, બિલ્ડર લોબીમાં ફફડાટ

General

સર્ચ દરમિયાન મોટાપાયે કાળું નાણું શોધી કાઢવામાં આવે તેવી શક્યતા

વડોદરામાં કેટલાક બિલ્ડરો અને ઉદ્યોગપતિઓ દ્વારા બ્રોડવે ગૃપમાં કરેલા રોકાણની માહિતીના પગલે આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આવકવેરા વિભાગ દ્વારા હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનના પગલે બિલ્ડર લોબી અને ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.
બ્રોડવેના ભાગીદારોની ઓફિસો અને નિવાસ સ્થાનો પર સર્ચ ઓપરેશન
નોટબંધી બંધી બાદ વડોદરાના કેટલાક બિલ્ડરો અને ઉદ્યોગપતિઓ દ્વારા બ્રોડવેમાં કાળું નાણું રોકવામાં આવ્યું હોવાની માહિતી આવકવેરા વિભાગની ગુપ્ત તપાસમાં મળી હતી. જે માહિતીના આધારે બ્રોડવેના ભાગીદારોની ઓફિસો અને નિવાસ સ્થાનો ઉપર સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન આવકવેરા વિભાગ દ્વારા કેટલાક વાંધાજનક દસ્તાવેજો કબજે કર્યાં હોવાનું જાણવા મળ્યું હતું.
મોટાપાયે કાળું નાણું પકડાય તેવી શક્યતા
ઉલ્લેખનિય છે કે, આવકવેરા વિભાગ દ્વારા નિર્ધારીત લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે છેલ્લા કેટલાક સમયથી સર્ચ અને દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના પગલે આજે શહેરની બ્રોડવે બિલ્ડર ગૃપમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ગૃપમાં કેટલાક બિલ્ડરો અને ઉદ્યોગપતિઓ દ્વારા બેનામી નાણું રોકવામાં આવ્યું હોવાનું કહેવાય છે, ત્યારે આવકવેરા વિભાગના સર્ચ દરમિયાન મોટાપાયે કાળું નાણું શોધી કાઢવામાં આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *