90% લોકો દિવાળીમાં કાજુની મીઠાઇ ખરીદી શકતા નથી, જેથી જીરો પ્રોફિટથી મીઠાઇ બનાવીને વેચે છે

Diwali-2019

14 વર્ષથી નહીં નફો અને નહીં નુકસાનના ધોરણે તમામ વર્ગોને પોષાય તેવા ભાવે દિવાળીમાં મીઠાઈ બનાવે છે

વર્ષ 2005માં મકરપુરા જી.આઈ.ડી.સીમાં સર્વે કર્યો કે, કેટલા કર્મચારીઓને દિવાળીના સમયે કાજુની મીઠાઈ મળે છે. સર્વેમાં ખ્યાલ આવ્યો કે 90% કર્મચારીઓને કાજુની મીઠાઈ મળતી નથી. અને તેઓ રૂપિયા ખર્ચીને ખરીદી શકતા નથી. જેથી વિચાર આવ્યો કે, કાજુની મીઠાઈ મોટા ઘરોમાં ખવાય છે, તે રીતે સામાન્ય નાગરિકના ઘરે પણ ખવાય અને તે પણ ભેળસેળ વગરની. આ સંકલ્પ ચીમનલાલ ગીરધરલાલ મુળજી દોશી (મહુવાવાળા) ટ્રસ્ટ અને ધ માનસ ફાઉન્ડેશનને હનુરામ ફૂડની શરૂઆત કરી હતી. જે કાજુ કતરી સહિતની મીઠાઇઓનું મેન્યૂફેક્ચરિંગ કરે છે. 14 વર્ષથી નહીં નફો અને નહીં નુકસાનના ધોરણે તમામ વર્ગોને પોષાય તેવા ભાવે દિવાળીમાં મીઠાઈ બનાવે છે. મીઠાઇના બોક્સ પર વાપરવામાં આવેલા ઇન્ગ્રેડિયન્ટ્સ પણ લખાય છે. જે સામાન્ય રીતે હોતું નથી. રૂપિયા કમાવવાની લાલસામાં વેપારીઓ મીઠાઈમાં ભેળસેળ કરે છે. માટે અમે આ કાર્ય કરીએ છીએ. તેમ હનુરામ ફૂડના રાજેશ ચીમનલાલ દોશીએ જણાવ્યું હતું.
રાજસ્થાની કારીગરોએ કોમનમેન માટે 1 લાખ 45 હજાર કિલો મિઠાઇ બનાવી
5થી 22 ઓક્ટોબર સુધીમાં 80થી વધુ રાજસ્થાની કારીગરો દ્વારા 1 લાખ અને 45 હજારથી વધુ કિલોગ્રામ મીઠાઈ અને ફરસાણ બનાવવામાં આવ્યા છે. જેનું 24-25 ઓક્ટોબર દરમિયાન વિતરણ કરાશે. સામાન્ય માણસ ગુણવત્તાયુક્ત મીઠાઈ ખાઈ શકે તે માટે પ્રાઈમ ક્વોલિટીના કાજુ, ઘી, કેસર અને ખાંડ સહિતની બીજા રો મટીરીયલ લેબોરેટરીમાં ચકાસ્યા બાદ જ ઉપયોગમાં લેવામાં આવ્યા હતાં. રામચરિત માનસમાં લખ્યું છે કે, માણસ સૌથી પહેલા કોઈપણ વસ્તુનો બાહ્ય દેખાવ જુએ છે. માટે દરેક વસ્તુને સુંદર પેક કરવામાં આવી છે. આ વર્ષે મીઠાઈ અને ફરસાણને www.hanuramfoods.com પર પણ બુક કરવામાં આવી છે.
સામાન્ય માણસ માટે આ મિઠાઇ બનાવી
મીઠાઈ કિલોગ્રામ
કાજુકતરી 25,000 kg
કેસર કાજુકતરી 20,000 kg
મોહનથાળ 20,000 kg
કાજુકસાટા 10,000 kg
બદામ કતરી 10,000 kg
ચોકો ડ્રાયફ્રૂટ બાઇટ્સ 10,000 kg
કોપરાપાક 10,000 kg
સોન પાપડી 10,000 kg
મોતીચૂરના લાડુ 5,000 kg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *