સોનિયા ગાંધીની જાહેરાત: મોદી સરકાર ન આપે તો કંઈ નહીં, તમામ મજૂરોની ટિકિટનો ખર્ચ કોંગ્રેસ ઉઠાવશે.

COVID-19 General

કોરોનાની મહામારી વિરુદ્ધ ચાલી રહેલી લડાઈ માટે લાગૂ કરવામાં આવેલા લોકડાઉનના કારણે લાંબા સમયથી મજૂરો દેશમાં અલગ અલગ ભાગમાં ફસાયેલા હતા. જો કે, દેશમાં ત્રીજી વખત લોકડાઉન લંબાવામાં આવતા મજૂરોની હાલત વધારે કફોડી બની છે. ત્યારે આવા સમયે કેન્દ્રની મોદી સરકારે મજૂરોને શરતો સાથે ઘરે જવા માટે સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા તો કરી છે. જો આ માટે મજૂરોને ભાડાની વ્યવસ્થા કઈ રીતે કરવી તે મોટો પ્રશ્ન છે, એક તો છેલ્લા એક મહિનાથી કામ ધંધા વગર બેઠા છે, રોજગારીનો એક પણ અવસર નથી, ઉપરથી ખાવાના ફાફા છે. ત્યારે આવા સમયે ભાડા પૈસા ક્યાંથી કરવા તે મોટી બાબત છે. જો કે, આ બાબતને લઈ વિપક્ષે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ બાબતની ગંભીરતા જાણી કોંગ્રેસ પાર્ટીએ સૌથી મોટો નિર્ણય લીધો છે. કોંગ્રેસ પાર્ટી તમામ જરૂરીયાતવાળા મજૂરોની રેલ ટિકિટનો ખર્ચો ઉઠાવશે. કોંગ્રેસ પાર્ટી તમામ મજૂરોની ટિકિટનો ખર્ચો ઉઠાવશે

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ નિર્ણય કર્યો છે કે, પ્રદેશ કોંગ્રેસ કમિટી દરેક વિભાગમાં મજૂરો અને કારીગરોને ઘરે પાછા જવા માટે રેલ્વેની ટિકિટનો તમામ ખર્ચ ઉઠાવશે.સોમવારે જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું હતું કે, ફક્ત ચાર કલાકના નોટિસ પર લોકડાઉન લાગૂ થવાના કારણે દેશમાં મજૂરો પોતાના ઘરે જવાથી વંચિત રહ્યા છે. 1947 બાદ દેશમાં પહેલી વખત આવો માહોલ બન્યો છે, જેના કારણે હજારો મજૂરો હેરાન થઈ રહ્યા છે, તથા ચાલતા ચાલતા ઘરે જવા મજબૂર બન્યા છે. સોનિયા ગાંધીએ પોતાના નિવેદનમાં જણાવ્યુ છે કે, જો આપણે વિદેશમાં ફસાયેલા લોકોને કોઈ પણ જાતના ખર્ચ વગર પાછા લાવી શકતા હોય, ગુજરાતમાં એક કાર્યક્રમમાં સરકારી ખજાનામાંથી 100 કરોડ રૂપિયા ખર્ચ કરી શકતા હોય, જો રેલ મંત્રાલય પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી 151 કરોડ રૂપિયા આપી શકતા હોય, તો પછી આવા ખરાબ સમયે મજૂરો માટે ભાડાનો ખર્ચ મોદી સરકાર કેમ ના ઉઠાવી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *