વડોદરામાં ડમ્પરની અડફેટે સાઇકલ પર જતા ધો-8ના સ્ટુડન્ટનું મોત, ઘટના CCTVમાં કેદ

General
  • મૃતક વિદ્યાર્થી મુઝમ્મીલ ખાન પરિવારનો એકનો એક પુત્ર હતો.
  • મૃતકની બહેન ઉમેરાબાનું પણ એમઇએસ હાઇસ્કૂલમાં જ ભણે છે
  • અકસ્માત બાદ રોડ પરની લારીનું દબાણ દૂર કરવામાં આવ્યું

વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં મહાનગરપાલિકાના ડમ્પરની અડફેટે સાઇકલ પર જઇ રહેલા એમઇએસ હાઇસ્કૂલના 13 વર્ષીય વિદ્યાર્થીનું કમકમાટીભર્યુ મોત નીપજ્યું છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. કારેલીબાગ પોલીસે ડમ્પર ચાલકની ધકપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સ્કૂલ છૂટ્યા બાદ ડમ્પરની અડફેટે વિદ્યાર્થી ફંગોળાયો
વડોદરા શહેરના હાથીખાના વિસ્તારના ગેંડા ફળીયામાં રહેતો મુઝમ્મીલખાન ઇમરાનખાન પઠાણ નાગરવાડા વિસ્તારમાં આવેલી એમઇએસ હાઇસ્કૂલમાં ધો-8માં અભ્યાસ કરતો હતો. આજે બપોરે 12 વાગ્યે સ્કૂલ છૂટ્યા બાદ પોતાની સાઇકલ લઇને ઘરે જઇ રહ્યો હતો. તે સમયે કાસમઆલા મસ્જિદ પાસે ડમ્પરની અડફેટે આવી જતા ઘટના સ્થળે જ વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું.

દબાણના કારણે અકસ્માત થાય છે
સામાજિક કાર્યવાકર ઇમામ ખાન પઠાણે જણાવ્યું હતું કે, નાગરવાડા રોડ ઉપર 9 સ્કૂલો આવેલી છે. આ રોડ પર ભારે દબાણ હોવાના કારણે અકસ્માતો સર્જાય છે અને ટ્રાફિકજામ પણ થઇ જાય છે. જેના કારણે પણ અકસ્માતના બનાવો બનતા રહે છે. રોડ પર ચાની લારીને કારણે લોકો આડેધડ પાર્કિગ કરતા હોવાથી અકસ્માતો સર્જાય છે. આ રોડ પરથી દબાણો દૂર કરવામાં આવે તેવી અમારી માંગણી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *