MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ વેલેન્ટાઇન ડેને સાદાઇ ઉજવ્યો, પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી

General
  • તમામ વિદ્યાર્થીઓએ બ્લેક કપડા પહેરીને બ્લેક ડે મનાવ્યો
  • વિવિધ વિસ્તારોમાં પુલવામાના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી

આજે 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડેની ઉજવણી થઇ રહી છે, ત્યારે એમ.એસ. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વેલેન્ટાઇન ડેને સાદાઇથી મનાવ્યો હતો. અને એક વર્ષ પહેલાં પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને યાદ કરીને બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી હતી.
વિદ્યાર્થીઓએ પુલવામાના શહીદ થયેલા જવાનોને યાદ કર્યાં
14 ફેબ્રુઆરીના દિવસ ઉજવાતા વેલેન્ટાઇન ડેની યુવાધન આતુરતાથી રાહ જોતા હોય છે. વેલેન્ટાઇન ડેના દિવસે યુવાધન પોતાના મિત્રને ગુલાબનું ફૂલ આપીને પ્રેમનો એકરાર કરતા હોય છે. યુવાધન માટે વેલેન્ટાઇન ડે ઉત્સાહભર્યો દિવસ હોય છે. પરંતુ એમ.એસ. યુનિવર્સિટીના યુવાનો અને યુવતીઓએ પુલવામામાં થયેલા શહીદ થયેલા જવાનોને યાદ કરીને દેશદાઝના દર્શન કરાવ્યા હતા.
વિદ્યાર્થીઓએ વેલેન્ટાઇન ડેને સાદાઇથી મનાવ્યો
આજથી બરાબર એક વર્ષ પહેલાં એટલે કે, 14 ફેબ્રુઆરી-2019ના દિવસે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં શહીદ થયેલા જવાનોની યાદમાં કોલેજના વિદ્યાર્થીઓએ વેલેન્ટાઇન ડે ઉજવવાના બદલે બ્લેક ડે ઉજવ્યો હતો. કોમર્સ ફેકલ્ટીના યુવાનોનું એક ગૃપ બ્લેક કપડા પહેરીને આવ્યા હતા. એને હાથમાં કેન્ડલ સળગાવી શહીદોના માનમાં બે મિનિટનું મૌન પાડ્યું હતું. અને જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ ઉપરાંત એમ.એસ. યુનિવર્સિટીની આર્ટસ સહિત ફેકલ્ટીના સ્ટુડન્ટોએ વેલેન્ટાઇન ડેને સાદાઇથી મનાવ્યો હતો. દેશના જવાનોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.
વિવિધ સંગઠનોએ પુલવામામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી
આ ઉપરાંત વડોદરા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં યુવાનો, સામાજિક સંસ્થાઓ અને વિવિધ સંગઠનો દ્વારા પણ પુલવામામાં શહીદ થયેલા જવાનોની યાદમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાઓ દ્વારા શહીદ થયેલા જવાનોના પોસ્ટર્સ તૈયાર કર્યાં હતા. અને તેઓને યાદ કરીને બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *