વડોદરાની જેલમાં કેદ મહિલાને મૃત પતિનું મોંઢુ પણ જોવા ન દેવાયું

General

પરિવારના સભ્યો મૃતદેહને ટેમ્પામાં લઈને જેલ પાસે 3 કલાક ઊભો રહ્યો

વડોદરા મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલી પત્નિ તેના મૃતક પતિના અંતિમ દર્શન કરી શકે તે માટે જેલની બહાર 3 કલાક સુધી મૃતદેહ લઈને પરિવાર ઉભો રહ્યો હતો. પરંતું માનવતા કરતા કાયદાને મોટો ગણતા જેલ અધિકારીઓએ પત્નિને આ અંગે કોઈ જાણ ન કરી તેના મૃતક પતિના અંતિમ દર્શન પણ કરવા દિધા ન હતાં. આખરે મૃતદેહને લઈને પરિવાર પોતાના ગામ પરત ફર્યો હતો.
દિકરા અને પત્નિ સિવાય તેમનું આગળ-પાછળ બીજું કોઈ ન હતું
ડભોઈ પાસેના વઢવાણા ગામમાં રહેતા અર્જુનભાઈએ જણાવ્યું હતું કે, મારા માસા રાવજીભાઈ રાઠોડિયાનું અવસાન થયું છે. તેમના પત્નિ લીલાબેન અને દિકરો સુખદેવ વડોદરા મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યાં છે. દિકરા અને પત્નિ સિવાય તેમનું આગળ-પાછળ બીજું કોઈ નથી.ર વિવારે બપોરે 3 વાગે અમે મૃતદેહને ટેમ્પામાં લઈને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે પહોચ્યાં હતાં. જેલ ખાતે પહોચી જેલના સિપાઈઓને જેલમાં સજા ભોગવી રહેલા પત્નિને તેમના મૃતક પતિના અંતિમ દર્શન કરવા દેવા અરજ કરી હતી. પરંતું બપોરે 3 થી સાંજના 6 વાગ્યા સુધી અમે મૃતદેહ લઈને જેલ બહાર જ બેસી રહ્યાં પરંતું મળવા દેવાયા ન હતાં. મહિલને જણાવ્યું પણ ન હતું કે તેના પતિનું મોત થયું છે.
મુલાકાતના સમયમાં મળી શકાય
અધિક પોલીસ મહાનિદેશક ડો. કે.એલ.એન.રાવના જણાવ્યું કે, જેલોમાં કેદીઓને મુલાકાતના સમયમાં જ પરિવારને મળવા દેવાય છે. વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે મૃતક પતિને લઈને પરિવાર આવી પહોચતા કેદીને તેના મૃતક પતિને મળવા દેવાય કે કેમ તે અંગે કાયદામાં શું જોગવાઈ છે તે જોવું પડે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *