ટ્રક પલટી ખાતા ભરૂચ પોલીસ દોડી ગઇ, વાહન વ્યવહારને પૂર્વવત કર્યો
નેશનલ હાઇવે નં-48 પર ઝાડેશ્વર ચોકડી પાસેના ફ્લાયઓવર પર ટ્રક પલટી ખાઇ ગઇ હતી. જેને પગલે હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો.
કોઇ જાનહાની નહીં
બુધવારે મોડી રાત્રે ઝાડેશ્વર ચોકડી પાસે વડોદરાથી સુરત તરફ જતી ટ્રક પલટી ખાઇ ગઇ હતી. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નહોતી. પરતુ ટ્રકનો ડ્રાઇવર ઇજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર અર્થે ભરૂચની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.