પાલિકાએ દોઢ મહિનાથી ખોદેલા ખાડામાં બે મિત્રો બાઇક સાથે પડ્યા, ખાડામાં બેસી જઇને અનોખો વિરોધ કર્યો

General

ખાડામાં પડેલા મિત્રોએ પાલિકા સામે વિરોધ કરીને ખાડા પુરવા માંગ કરી

સ્માર્ટ સિટીની વાતો કરતી પાલિકા દ્વારા વડોદરા શહેરના આજવા રોડ વિનય પાર્ક સોસાયટી પાસે ખાડો ખોદવામાં આવ્યો છે. આ ખાડામાં બાઇક ખાબકી હતી. જેથી બે મિત્રો ખાડામાં પડી ગયા હતા. જેથી બંનેએ ખાડામાં બેસી જઇને અનોખી રીતે પાલિકાનો વિરોધ કર્યો હતો. પાલિકા સામે રોષ ઠાલવતા બાઇક ચાલકે જણાવ્યું હતું કે, ખાડા પૂરો અથવા આખા રોડ ઉપર ખાડા ખોદી નાખો અમે ખાડામાંથી નીકળવા માટે તૈયાર છીએ.
બંને મિત્રોએ રોડ ઉપરના ખાડા પુરવા માંગણી કરી
ઘનશ્યામભાઇ પરમાર અને તેમનો મિત્ર આજવા રોડ ઉપર વિનય સોસાયટી પાસે પડેલા ખાડામાં મોટર સાઇકલ સાથે પડ્યા હતા. સદભાગ્યે તેઓને ઇજા પહોંચી નથી. પરંતુ તેઓએ પાલિકા સામે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, દોઢ માસ પૂર્વે પાણી લીકેજ થતાં આ સ્થળે ખોદકામ કરવામાં આવ્યું હતું. કોન્ટ્રાક્ટર દ્વારા વ્યવસ્થિત પુરાણ કરવામાં આવ્યું ન હોવાથી ખાડો પડી જાય છે. અનેક વખત રજૂઆત કરવા છતાં ખાડો પૂરવામાં આવતો ન હોવાના કારણે છેલ્લા એક સપ્તાહમાં ત્રણ વાહનો ખાડામાં ખાબક્યા છે. આજે હું અને મારો મિત્ર પડ્યા છે. સ્માર્ટ સિટીની વાતો બંધ કરો અને રોડ ઉપરના ખાડા પુરવા માંગણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *