શહેરની 13 સ્કૂલોના 16 રૂટ પર સિટી બસની અલાયદી સેવા શરૂ

Education

અમદાવાદમાં સ્કૂલ વાનના અકસ્માત બાદ વડોદરામાં સિટી બસ સેવા દ્વારા શરૂ થયે્લા નવતર અભિગમને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. સ્કૂલથી સીધા જે-તે વિસ્તારમાં બાળકોને લેવા મૂકવા માટે 13 સ્કૂલ દ્વારા 16 રૂટપર સહમતી અપાતાં આ સેવા શરૂ કરાઇ છે. શહેરમાં સિટી બસ સેવા પૂરી પાડતી વિનાયક લોજિસ્ટિક દ્વારા શાળાના બાળકો માટે સ્કૂલ સાથે સહમતી સાધી બાળકોને બસ પાસના અાધારે સ્કૂલથી ઘર પાસે મૂકવા લેવાની સુવિધા શરૂ કરાઇ છે. વીમા કવચ સાથેની સિટી બસની અા પહેલને શાળા સાથે વાલી મંડળ તરફથી પણ આકાર મળ્યો છે.

આ રૂટ પર સિટી બસની સ્કૂલવાન સેવા શરૂ

 • અકોટાથી કલાલી વુડા મકાન
 • એકતાનગરથી ગેંડીગેટ .
 • સલાટવાડાથી વેમાલી, માણેજા, ભાયલી ,મુજમહુડા
 • નાગરવાડાથી ગોરવા, તાંદલજા
 • ગ્લોબલ નેશનલ સ્કૂલ ગોરવાથી તાંદલજા
 • સ્ટેશનથી SNDT ચકલી સર્કલ
 • બાપોદથી ઉમાચાર રસ્તા, વૃંદાવન
 • કિશનવાડીથી વુડાના મકાન
 • ઝવેરચંદ મેઘાણી સ્કૂલથી વુડાના મકાન
 • ડો. રામમનોહર પ્રાથમિક શાળાથી વુડાના મકાન
 • વડસરથી રામમનોહર લોહિયા સ્કૂલ

એલેમ્બિક વાલી મંડળે 10 બસ માગી 
વિનાયક લોજિસ્ટિકના મેનેજર નરેન્દ્ર સિંહ રણાઅે જણાવ્યું હતું કે , એલેમ્બિક સ્કૂલના વાલી મંડળ દ્વારા 10 બસની માગણી કરાઇ હતી. પરંતુ સ્કૂલની સહમતી વગર અે શક્ય નથી. શાળામાં બસ જઇ શકે તેમજ ક્યારે શાળા ચાલુ છે કે બંધ તે સહિતના વિદ્યાર્થીને લગતી જવાબદારી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *