વડોદરાની આયુષી ધોળકિયા બની મિસ ટીન ઇન્ટરનેશનલ 2019, ભારતે 27 વર્ષમાં પહેલી વાર જીત્યો એવોર્ડ

Fashion General

19 ડિસેમ્બરે ગુરુગ્રામમાં પ્રતિયોગિતા હતી, જેમાં 22 દેશોની પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો હતોઆયુષીએ પ્રતિયોગિતામાં ‘બેસ્ટ ઇન નેશનલ કોસ્ચ્યૂમ’ અને ‘બેસ્ટ ઇન સ્પીચ’ એવોર્ડ પણ જીત્યો

વડોદરાની 16 વર્ષીય આયુષી ધોળકિયાએ મિસ ટીન ઇન્ટરનેશનલ 2019નો એવોર્ડ જીત્યો છે. 19મી ડિસેમ્બરે ગુરુગ્રામમાં આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. મિસ ટીન ઇન્ટરનેશનલ દુનિયાનું સૌથી જૂનું ટીન પજેન્ટ(ટાઇટલ) છે અને છેલ્લા 27 વર્ષોમાં કોઈ પણ ભારતીયે આ એવોર્ડ જીત્યો નહોતો. આયુષીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં આ પ્રતિયોગિતાની તસવીરો શેર કરી હતી.

11મા ધોરણમાં ભણતી આયુષીએ કથકમાં પણ મહારત હાંસલ કરી છે. તેણે આ સ્પર્ધામાં ‘બેસ્ટ ઇન કોસ્ચ્યૂમ’ અને ‘બેસ્ટ ઇન સ્પીચ’ એવોર્ડ પણ પોતાના નામે કર્યો છે. આ સ્પર્ધામાં 22 દેશોની યુવતીઓએ ભાગ લીધો હતો. પેરાગ્વેની યેસ્સેનિયા ગ્રેસિયા ફર્સ્ટ રનર અપ રહી અને બોત્સવાનાની એનિસિયા ગાઓતુસી સેકન્ડ રનર અપ રહી છે.

વસુધૈવ કુટુંબકમથી જીત્યું દિલ
આયુષીએ જજે પૂછેલા છેલ્લા સવાલથી લોકોના દિલ જીતી લીધા હતા. સવાલ હતો કે, શું તમને લાગે છે કે દુનિયામાં જો એક વૈશ્વિક સરકાર હોત તો કોઇ દેશ અલગ થાય નહીં અને દુનિયા એક સૌથી સારી જગ્યા બની શકી હોત? આ પ્રશ્નના જવાબમાં આયુષીએ કહ્યું હતું કે, ‘હું એમ નથી વિચારતી કે એક સરકાર હોય તો જ દુનિયા સારી બની શકે છે, કારણ કે પ્રત્યેક દેશ ભૌગોલિક દૃષ્ટિએ, લોકો અને તેમના વિચારોથી વહેંચાયેલો છે. આખી દુનિયા અને રાજનેતા પોતાના દેશ અને તેમાં રહેતા લોકોની ભલાઈ માટે જાગૃત છે. એક ભારતીય હોવાની રીતે હું વસુધૈવ કુટુંબકમમાં દૃઢ વિશ્વાસ કરું છું, જેનો મતલબ એમ થાય છે કે આખી દુનિયા એક મોટો પરિવાર જેવો છે. તેથી જ, વિભિન્ન દેશ અને સરકાર હોવા છતાં આપણે સૌ એક પરિવાર છીએ અને પ્રેમ-શાંતિથી બંધાયેલા છીએ.’

અન્ય કેટલાક વિજેતાઓ
વિએતનામની થુ ફાને મિસ ટીન એશિયા, પેરિસની મારિયા લુઇસાએ મિસ ટીન યૂરોપ, બોત્સવાનાની એનિસિયા ગાઓતુસીએ મિસ ટીન આફ્રિકા અને બ્રાઝિલની એલેસેન્ડ્રા સન્ટોસે મિસ ટીન અમેરિકાનો ખિતાબ જીત્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *